વડોદરા,તા.૨૨, 

વડોદરા મહાનગર પાલિકા દ્વારા બે વર્ષ અગાઉ છાણી ગામમાં પાણીની ટાકીવળી જગ્યા પર આવેલ દુકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી.

 જ્યા નાના નાના વેપારીઓ નાનો મોટો ધંધો કરીને રોજગારી મેળવતા હતા. પરંતુ પાલિકાના વેરા બિલ અને એમજીવીસીએલનું કાયદેસરનું લાઈટ બિલ ધરાવતા દુકાનદારોને રાતોરાત સ્થાનિક નેતાના ઈશારે બેઘર ધંધા રોજગાર વિનાના બેરોજગાર બનાવી દેવામાં આવતા ઘર ચલાવવાના ફાંફા પડી રહયા હોવાનો આક્ષેપ કરીને કેટલાક સ્થાનિક વેપારીઓએ આ બાબતે પાલિકાના ડેપ્યુટી કમિશ્નર સુધીર પટેલ અને જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ સમક્ષ આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. આ દુકાનો તોડતી વખતે તેઓને બીજે દુકાન આપવાનું વચન આપવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી પળાયું નથી. હાલમાં એજ જગ્યાએ ત્રાહિતોને દુકાન ફાળવવામાં આવી રહી હોવાનો પણ ઉલ્લેખ રજુઆતમાં કરાયો છે. જેમાં બાંધકામની મંજુરીનો કોઈ ઓર્ડર કલેક્ટર દ્વારા કરાયો નથી. આ જગ્યા પ્રીમિયમ ભરીને લેવાની પ્રક્રિયા પણ કરાઈ નથી. એવો

આક્ષેપ કરાયો છે.