છોટાઉદેપુર, છોટાઉદેપુર સ્ટેશન વિસ્તાર તરફ આવેલ રેલવે ફાટક ન ૧૦૧ ઉપર થી છોટાઉદેપુર થી ગોધરા ને જાેડતો રાજ્ય ધોરીમાર્ગ પસાર થાય છે. જેની ઉપર સરકાર દ્વારા ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જે બ્રિજ માર્ગની માધ્યમાં બનાવવામાં આવે તેવી માંગ સ્ટેશન વિસ્તારના રહીશો દ્વારા એક્ઝિક્યુટિવ ઈજનેર જાહેર બાંધકામ વિભાગ છોટાઉદેપુરને આવેદનપત્ર આપી માંગ કરી છે. આપેલ આવેદનપત્રમાં રહીશોએ જણાવ્યું છે કે નગરના સ્ટેશન વિસ્તારમાં બ્રિજ બનવો જાેઈએ જેને અમારું પૂર્ણ સમર્થન અને સહકાર છે.

 પરંતુ સદર કામ જે જગ્યાએ કરવામાં આવી રહ્યું છે. એ ન્યાય નીતિને સુસંગત નથી. જેથી ે વાંધો છે. કચેરી દ્વારા ભૂતકાળમાં છોટાઉદેપુર બારીયા રાજ્ય ધોરીમાર્ગ ડિવાઈડર સાથે આશરે ૪૨ ફૂટ પોહળાઈમાં બનાવવામાં આવેલ છે. તો આ માર્ગની મધ્યમાં બ્રિજ કેમ બનાવવામાં આવતો નથી? અને સમગ્ર જાહેર માર્ગ છોડીને કેમ બનાવવામાં આવે છે? જે અમારો પ્રશ્ન છે. આપેલ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે હાલમાં સમગ્ર ૪૨ ફૂટનો જાહેર માર્ગ છોડીને અમારા મકાનોને લગોલગ તો ક્યાંક થોડા અંતરે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જ્યારે બ્રિજ બનશે ત્યારે ઉપરનો ૧૦ મીટર પૈકીનો અડધો ભાગ એટલેકે ૧૬.૫ ફૂટ અમારા મકાન ઉપર આવી શકે તેમ છે. આ બ્રિજ ઉપર હજારો વાહનો અવર જ્વર કરશે અને જાે ભવિષ્યમાં કોઈ ભારવાહક વાહનનો અકસ્માત થાય અને આ વિસ્તારના કોઈ મકાન ઉપર પડે તો મોટી જાનહાની અને આર્થિક નુકસાન થઈ શકે તેમ છે. અમો સરકારી તંત્ર સાથે છે પરંતુ બ્રિજ આવનાર ભવિષ્યને ધ્યાનમાં લઈને બનાવવો જાેઈએ. આવનાર ભવિષ્યમાં કોઈપણ જાતનું જાન માલનું નુકસાન રહેણાંકીત વિસ્તારના લોકો કે આમ નાગરિકને ન થાય તેને લક્ષમાં લઈને બ્રિજ બનાવવો જાેઇએ તેવી આપેલ આવેદનપત્ર માં માંગ કરી છે.