વડોદરાઃવડોદરા એપ્રપોર્ટ પરથી ઇન્દોર, જયપુર ની ી વિમાનીસેવા અગાઉ કાર્યરત હતી પરંતુ કોરોના મહામારી ને કારણે આ સેવા બંધ કરવામાં આવી છે તે પુંનઃ શરૂ કરવા સાથે પૂના માટેની વિમાની સેવા શરૂ કરવા માટે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે આજે લોકસભામાં રજૂઆત કરી હતી.

લોકસભામાં શૂન્ય કાળ દરમિયાન રજૂઆત કરતા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ એ અ જણાવ્યું હતું કે. વડોદરામાં આંતરરાષ્ટ્રીય સ્તરનુ વિમાની મથક કાર્યરત છે. વડોદરા એરપોર્ટ પરથી કોરોના મહામારીના સમય પૂર્વે મુંબઈ, દિલ્હી, જયપુર, ઈન્દોર અને બેગલુરૂની વિમાની સેવા કાર્યરત હતી.હાલમાં જયપુર ઈન્દોર અને પૂણેની વિમાની સેવા બંધ છે. ત્યારે જે વિમાનીસેવા બે વર્ષ અગાઉ કાર્યરત હતી તે પુનઃ શરૂ કરવી જાેઇએ. વડોદરા એરપોર્ટ પરથી વડોદરા ઉપરાંત આસપાસના ૧૦ જેટલા જિલ્લાના લોકો હવાઈ મુસાફરીનો લાભ લે છે. ઉપરાંત વડોદરા એ મધ્યગુજરાતનુ ઉદ્યોગ અને વેપાનુ મોટુ કેન્દ્ર છે. પરંતુ હાલમાં જયપુર, ઈન્દોર અને પૂણેની ફ્લાઈટ કાર્યરત ન હોંવાથી વડોદરા સહિત મધ્ય ગુજરાતના તમામ જીલ્લાના લોકોને હવાઈ મુસાફરી માટે અમદાવાદ સુધી જવુ પડે છે.વડોદરા માંથી જાે આ વિમાની સેવા ફરી શરૂ થાય તો લોકોને તેનો લાભ મળી શકે ત્યારે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને અપીલ કરતા જણાવ્યું હતું કે વડોદરા વિમાન મથક હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું છે તો નાગરિકોને વિમાની સેવા નો વધુ લાભ મળે તે જરૂરી છે.તેમણે જણાવ્યું કે, વડોદરા એરપોર્ટ પરથી ફરી ઈન્દોર, જયપુર અને પૂણેની વિમાની સેવા શરૂ કરવા રજૂઆત કરી હતી.