મુંબઈ-

ચાલુ સપ્તાહે ખાસ કરીને અંતભાગે શેરબજારમાં ભારે સુસ્તી જોવા મળી છે. રોકાણકારો બજેટની રાહ જોતા હોવાને પગલે શેરબજારનું રુખ આવું હોવાનું જણાય છે. શુક્રવારે શરુઆતમાં બજારમાં તેજી જોવાઈ હતી પણ નફારુપી વેચવાલીને પગલે આ સાધારણ સુધારો પણ ધોવાઈ ગયો હતો. છતાં કેટલાંક અગ્રણી અને મોટા શેરો ગ્રીનમાર્ક રહ્યા હતા.

બજારની નજર સોમવારે રજૂ થનારા બજેટ પર છે. પહેલી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સિતારામન સંસદમાં બજેટ રજૂ કરશે અને તે દરમિયાન સરકારની આર્થિક નીતિઓ સ્પષ્ટ થતાં વિદેશી રોકાણકારો પોતાનું ખરીદી કે વેચાણનું વલણ સ્પષ્ટ કરશે. શુક્રવારે સવારે બજારમાં 0.67 ટકાનો સુધારો જોવાતાં સેન્સેક્સમાં 320 પોઈન્ટની આગેકૂચ જોવાઈ હતી અને તે 47,194 પર પહોંચ્યો હતો પણ નફારૂપી વેચવાલીને પગલે આ મામૂલી સુધારો ધોવાઈ ગયો હતો. નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 94 અંકો સાથે વધારા પર 13,192ના સ્તર પર પહોંચ્યો હતો.