મુંબઈ-

નાણાકીય વર્ષ ૨૦૨૨ ના પહેલા ક્વાર્ટરમાં આઈઓસીનો નફો ૩૨.૩ ટકા ઘટીને ૫૯૪૧ કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૧ ના ચોથા ક્વાર્ટરમાં આઈઓસીનો નફો ૮૭૮૧.૩ કરોડ રૂપિયા રહ્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૨ પહેલા ક્વાર્ટરમાં આઈઓસીની આવક ૪.૧ ટકા ઘટીને ૧.૧૮ લાખ કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૧ ચોથા ક્વાર્ટરમાં આઈઓસીની આવક ૧.૨૪ લાખ કરોડ રૂપિયા રહી હતી. 

ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં આઈઓસીના એબિટ ૧૩૫૦૧ કરોડ રૂપિયાથી ઘટીને ૧૧,૧૨૬ કરોડ રૂપિયા થઇ ગયા છે તો એબિટ માર્જિન ૧૦.૯ ટકાથી ઘટીને ૯.૪ ટકા રહ્યા છે.

પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનું ગ્રોસ રિફાઇનિંગ માર્જિન ૬.૫૮ પ્રતિ બેરલ હતું. તે જ સમયે કંપનીની આ સમયગાળા દરમિયાન કોર ગ્રોસ રિફાઇનિંગ માર્જિન ૨.૨૪ પ્રતિ બેરલ રહી છે.