ચેન્નાઈ સુપર કિંગ્સના એક ખેલાડીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. આ ટીમના 12 સપોર્ટ સ્ટાફને પણ ચેપ લાગ્યો છે. સૂત્રોએ આ અંગે માહિતી આપી છે. કોરોના કેસ પછી, ટીમે એક સપ્તાહ માટે ક્વોરેન્ટાઇન સમયગાળો વધાર્યો છે.

યુએઈમાં, પ્રત્યેક ટીમ માટે છ દિવસનો ક્વોરેન્ટાઇન સમયગાળો હોય છે.તેની અંતિમ તારીખ આવતીકાલે સમાપ્ત થઈ રહી છે.કોરોના કેસ સામે આવ્યા પછી ટીમના ખેલાડીઓ હવે ક્વોરેન્ટાઇનમાં જ રહેશે. હવે તમામ ખેલાડીઓની ચોથી વાર તપાસ કરવામાં આવશે.

આઈપીએલ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી રમાશે. આ માટે, બધી ટીમો યુએઈ પહોંચી ગઈ છે અને ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડીઓ સિવાય તમામ ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે.