ચેન્નઈ

દિલ્હી કેપિટલ્સે રોમાંચક મેચમાં સુપર ઓવરમાં સનરાઇઝર્સ હૈદરાબાદને પરાજય આપી ટૂર્નામેન્ટમાં ચોથી જીત મેળવી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4 વિકેટે 159 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પણ 20 ઓવરમાં 7 વિકેટે 159 રન બનાવી શકતા મેચ ટાઈ થઈ હતી. સુપર ઓવરમાં હૈદરાબાદે 7 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીએ 8 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી છે.

સુપર ઓવરનો રોમાંચ

હૈદરાબાદ (બેટ્સમેન- વોર્નર-કેન વિલિયમસન, બોલર- અક્ષર પટેલ)

હૈદરાબાદઃ 7 રન

પ્રથમ બોલઃ શૂન્ય રન

બીજો બોલઃ એક રન

ત્રીજો બોલઃ ચાર રન

ચોથો બોલઃ શૂન્ય રન

પાંચમો બોલઃ એક રન

છઠ્ઠો બોલઃ એક રન

દિલ્હી કેપિટલ્સની બેટિંગ

બેટ્સમેનઃ રિષભ પંત અને શિખર ધવન (બોલર- રાશિદ ખાન)

દિલ્હીઃ 8 રન

પ્રથમ બોલઃ એક રન

બીજો બોલઃ એક રન

ત્રીજો બોલઃ ચા કન

ચોથો બોલઃ શૂન્ય રન

પાંચમો બોલઃ એક રન

છઠ્ઠો બોલઃ એક રન

હૈદરાબાદ તરફથી ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોએ ઈનિંગની શરૂઆત કરી હતી. બેયરસ્ટોએ શરૂઆતથી આક્રમક રૂપ અપનાવ્યુ હતુ. ટીમનો સ્કોર 28 રન હતો ત્યારે ડેવિડ વોર્નર માત્ર 6 રન બનાવી રનઆઉટ થયો હતો. ત્યારબાદ જોની બેયરસ્ટો 18 બોલમાં ચાર છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથે 38 રન બનાવી આવેશ ખાનનો શિકાર બન્યો હતો. હૈદરાબાદે પાવરપ્લેમાં 2 વિકિટે 56 રન બનાવ્યા હતા.ત્યારબાદ વિરાટ સિંહ 4 રન બનાવી આવેશ ખાનનો શિકાર બન્યો હતો. કેદાર જાધવ માત્ર 9 રન બનાવી અમિત મિશ્રાની ઓવરમાં સ્ટમ્પ આઉટ થયો હતો. અભિષેક શર્મા 5 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં એલબીડબ્લ્યૂ આઉટ થયો હતો.

કેન વિલિયમસને હૈદરાબાદની ઈનિંગને સંભાળી હતી. તેણે 42 બોલમાં 6 ચોગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. રાશિદ ખાન પણ અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. કેન વિલિયમસન 51 બોલમાં 8 ચોગ્ગા સાથે 66 રન બનાવી અણનમ રહ્યો હતો. સુચિથ 6 બોલમાં 14 રન બનાવી અણનમ રહ્યો હતો.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સને શિખર ધવન અને પૃથ્વી શોએ શાનદાર શરૂઆત અપાવી હતી. પૃથ્વીએ પાવરપ્લેમાં આક્રમક શોટ્સ ફટકાર્યા હતા. ટીમે પ્રથમ છ ઓવરમાં વિના વિકેટે 51 રન બનાવી લીધા હતા. દિલ્હીને પ્રથમ ઝટકો 81 રનના સ્કોર પર શિખર ધવન (28) ના રૂપમાં લાગ્યો હતો. ધવનને રાશિદ ખાને આઉટ કર્યો હતો. ત્યારબાદ પૃથ્વી શો 39 બોલમાં 7 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 53 રન બનાવી રનઆઉટ થયો હતો.

બે વિકેટ ગુમાવ્યા બાદ રિષભ પંત અને સ્ટીવ સ્મિથે ત્રીજી વિકેટ માે 58 રનની ભાગીદારી કરી ટીમનો સ્કોર 140ને પાર પહોંચાડ્યો હતો. રિષભ પંત 27 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગા સાથે 37 રન બનાવી સિદ્ધાર્થ કૌલનો શિકાર બન્યો હતો. હેટમાયર પણ માત્ર એક રન બનાવી કૌલની ઓવરમાં આઉટ થયો હતો. સ્ટીવ સ્મિથ 25 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 34 રન બનાવી અને સ્ટોયનિસ બે રન બનાવી અણનમ રહ્યા હતા.