નવી દિલ્હી

પેટ કમિન્સ પણ હવે આઈપીએલ ૨૦૨૧ ની બાકીની સિઝનમાં જોવા મળે તેવી શક્યતા નથી. કલકત્તા નાઇટ રાઇડર્સના મહત્વના ઝડપી બોલર કમિન્સને લઇ નિરાશા જનક સમાચાર છે. મીડિયા રિપોર્ટસે દાવો કર્યો છે કે, કમિન્સે પાછા નહી ફરવા માટે સ્પષ્ટ કરી દીધુ છે. આઇપીએલ ૨૦૨૧ ની ૨૯ મેચ રમાઇ હતી, ત્યાર બાદ ટૂર્નામેન્ટને સ્થગીત કરી દેવામાં આવી હતી. બાયોબબલમાં કોરોના વાયરસ પ્રવેશ કરવાને લઇને બીસીસીઆઈ એ તુરત જ ટૂર્નામેન્ટ અટકાવી દીધી હતી. ટૂર્નામેન્ટમાં ૩૧ મેચો હજુ રમવાની બાકી છે. ટુર્નામેન્ટમાં તમામ વિદેશી ખેલાડીઓ રમી રહ્યા હતા. પરંતુ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ના વ્યસ્ત શિડ્યુઅલને લઇને વિદેશી ખેલાડીઓના રમવા પર મુશ્કેલી સર્જાઇ છે.

ઓસ્ટ્રીલીયન મીડિયા એ દાવો કર્યો છે કે કલકત્તા નાઇટ રાઇડર્સ ના સ્ટાર બોલર આઈપીએલ ના આગળના તબક્કામાં સામેલ નહી થઇ શકે. રિપોર્ટ મુજબ કેટલાક ખેલાડીઓને બાયોબબલના થાકને લઇને આરામ આપવામાં આવી શકે છે. જેમાં ડેવિડ વોર્નર અને પેટ કમિન્સ મુખ્ય મનાય છે. તેમને પારિવારીક કારણોને લઇ વેસ્ટઇન્ડીઝ પ્રવાસ થી આરામ આપી શકાય છે. ઓસ્ટ્રેલીયાની ટીમ વેસ્ટઇન્ડીઝ અને બાંગ્લાદેશ નો પ્રવાસ ખેડશે. જ્યારે વર્ષના અંતમાં ્‌૨૦ વિશ્વકપ અને બાદમાં એશિઝ સિરીઝ પણ રમનાર છે. આમ ક્રિકેટ ઓસ્ટ્રે્‌લીયા પણ પોતાનો ર્નિણય જાહેર કરી શકે છે. ઉપરાંત ખેલાડીઓ પણ પોતાના રમવા અંગે ર્નિણય જાહેર કરી શકે છે. દરમ્યાન કમિન્સે પણ સ્પષ્ટતા કરી દીધી છે કે તે આઈપીએલ ની બાકીની મેચોમાં પરત નહી ફરે.