ચેન્નાઈ

રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ગ્લેન મેક્સવેલ અને એબી ડિવિલિયર્સની તોફાની બેટિંગના દમ ઉપર આઈપીએલની ૧૪મી સીઝનના ૧૦માં મુકાબલામાં કોલકત્તા નાઈટ રાઇડર્સને ૩૮ રનથી હરાવ્યું. આઈપીએલ ૨૦૨૧ની આજે રવિવારે રમાયેલી મેચમાં કેકેઆરને હરાવીને બેંગ્લોરે પોતાની જીતની હેટ્રીક લગાવી હતી. આમ બેંગ્લોરે આઈપીએલમાં પહેલીવાર શરૂઆતની ત્રણે મેચો જીતી છે. ૨૦૫ રનના મુશ્કેલી લક્ષ્યનો પીછો કરીને કોલકાત્તાની ટીમના ખેલાડીઓ મોટો સ્કોર ન કરી શક્યા. બેંગ્લોરે ૨૦ ઓવરના અંતે ૨૦૪ રન બનાવ્યા હતા. જોકે, કોલકાત્તા નાઈટ રાઈડર્સની ટીમે ૨૦ ઓવરના અંતે માત્ર ૧૬૬ રન બનાવી શકી હતી. આ માટે તેમને ૮ વિકેટનું નુકસાન પણ વેઠવું પડ્યું હતું.

કોલકાત્તાની ટીમમાંથી આંદ્રે રસેલે ૩૧ કેપ્ટન ઓયન મોર્ગન ૨૯ રન, શાકિબ અલ હસને ૨૬ રન, રાહુલ ત્રિપાઠીએ ૨૫, શુભમન ગીલે ૨૧ અન નીતિશ રાણાએ ૧૮ રન બનાવ્યા હતા. બેંગ્લોરના પેસર કાઈલ જૈમીસને સર્વાધિક ૩ વિકેટ લીધી હતી. જ્યારે યુઝવેન્દ્ર ચહલ અને હર્ષલ પટેલે ૨-૨ વિકેટ લીધી હતી. વોશિંગ્ટન સુંદરે પણ એક વિકેટ લીધી હતી. 

રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ગ્લેન મેક્સવેલ અને એબી ડિવિલિયર્સની તોફાની બેટિંગના દમ ઉપર આઈપીએલની ૧૪મી સીઝનના ૧૦માં મુકાબલામાં કોલકત્તા નાઈટ રાઇડર્સને ૩૮ રનથી હરાવ્યું છે. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતને પહેલા બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો. આમ ગ્લેન મેક્સવેલ ૭૮ અને એબી ડિવિલિયર્સ ૭૬ રનની તોફાની બેટિંગ કરીને ૨૦ ઓવરના અંતે ચાર વિકેટના નુકસાન સાથે ૨૦૪ રન બનાવ્યા હતા. જ્યારે કોલકાત્તાની ટીમે ૨૦ ઓવરના અંતે ૮ વિકેટ ગુમાવીને ૧૬૬ રન બનાવ્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ ૨૦૨૧ની ૧૦મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ચેન્નઈ ખાતે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૦૪ રન કર્યા છે. ઇઝ્રમ્ માટે ગ્લેન મેક્સવેલે પોતાના આઈપીએલ કરિયરની ૮મી અને એબી ડિવિલિયર્સે ૩૯મી ફિફટી ફટકારી. બંનેએ અનુક્રમે ૭૮ અને ૭૬* રન કર્યા. કોલકાતા માટે વરુણ ચક્રવર્તીએ ૨, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણ અને પેટ કમિન્સે ૧-૧ વિકેટ લીધી.