ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) ટીમ આઇપીએલ 2020 ના તેમના અભિયાનમાં આગળ વધી છે. શુક્રવારે મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળની ટીમ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માટે રવાના થઈ હતી. આઈપીએલની 60 મેચ ત્રણ દિવસોમાં દુબઈ, અબુધાબી અને શારજાહમાં 53 દિવસ સુધી રમાશે. મેચ 19 સપ્ટેમ્બરથી યોજાશે. રાજસ્થાન રોયલ્સ (આરઆર), કિંગ્સ ઇલેવન પંજાબ (કેએક્સઆઈપી) અને કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) ની ટીમો ગુરુવારે યુએઈ પહોંચી છે અને ખેલાડીઓ છ દિવસીય ક્વોરેન્ટાઇન સમયગાળો પૂરો કરવામાં વ્યસ્ત છે. 

શુક્રવારે સીએસકેએ ટ્વિટર હેન્ડલથી ટીમના ખેલાડીઓની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં મહેન્દ્રસિંહ ધોની, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા અને બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી નજરે પડે છે. CSK એ લખ્યું - #yelloonmove!બાદમાં રવિન્દ્ર જાડેજાએ પણ તેના સાથી ખેલાડીઓ સાથે તસવીરો પોસ્ટ કરી હતી. 

15 ઓગસ્ટના રોજ 39 વર્ષીય મહેન્દ્રસિંહ ધોની અને 33 વર્ષીય સુરેશ રૈનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. હવે તમામની નજર આઈપીએલમાં આ બંનેના પ્રદર્શન પર રહેશે. સીએસકેની ફ્રેન્ચાઇઝીએ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે ધોની ઇચ્છે ત્યાં સુધી આઈપીએલ રમી શકે છે. હવે ટીમની નજર તેના નેતૃત્વ હેઠળ ચોથા ટાઇટલ પર છે.