દુબઇ 

આઇપીએલમાં હાલના દિવસોમાં માત્ર બેટ્સમેનો જ નહીં પરંતુ બોલરો પણ સતત કહેર વરસાવી રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરીક નોર્કિયા (એ સતત પોતાની ઝડપથી તહેલકો મચાવી દીધો છે. તે સતત પોતાની ફાસ્ટ બોલિંગથી બેટ્સમેનોને હેરાન કરી રહ્યો છે. દરેક બોલ ગોળીની ઝડપથી ફેંકી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. એનરીક નોર્કિયોએ આઇપીએલમાં સૌથી ફાસ્ટ બોલ ફેંકવાનો (Fastest Ball in IPL) રેકોર્ડ તોડી દીધો છે. તેણે બુધવારે રાજસ્થાનની વિરુદ્ધ 156.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો. તેની સાથે જ તેણે ડેલ સ્ટેનનો રેકોર્ડ તોડી દીધો. સ્ટેને આઇપીએલમાં 154.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. 

દિલ્હી કેપિટલ્સ માટે રમતાં બુધવારે એનરિક નોર્કિયાએ ત્રીજી ઓવરમાં આઇપીએલનો સૌથી ઝડપી બોલ ફેંક્યો. જોકે 156.22 કિલોમીટરની ઝડપના આ બોલ પર રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન બટલરે ફોર મારી દીધી. પરંતુ બીજા બોલ પર તેણે બટલરને બોલ્ડ કરી દીધો. આ બોલની ઝડપ 155.4 કિલોમીટર પ્રતિ કલાક હતી. આઇપીએલની હાલની સીઝનમાં સૌથી ફાસ્ટ બોલ ફેંકવાની યાદીમાં સૌથી ઉપર એનરિક નોર્કિયાનું નામ છે. તેણે ચાર બોલ અત્યાર સુધી 156.2, 155.2, 154.7, 154.2 અને 153.7 km/hrની ઝડપથી ફેંક્યા છે. ત્યારબાદ જોફરા આર્ચરનો નંબર આવે છે. આર્ચરે 153.6 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો. આ બંને બોલરો વચ્ચે વખતે જોરદાર મુકાબલો જોવા મળી રહ્યો છે. 

આઇપીએલના ઈતિહાસમાં જો સૌથી ફાસ્ટ બોલની યાદી પર નજર કરીએ તો હવે પહેલા બે સ્થાને એનરિક નોર્કિયો આવી ગયો છે. ત્યારબાદ ત્રીજા સ્થાને ડેલ સ્ટેન આવે છે. ચોથા નંબર ઉપર પણ એનરિક નોર્કિયો છે. જ્યારે પાંચમાં નંબર પર કૈગિસો રબાડા છે. ખાસ વાત એ છે કે આ તમામ બોલર દક્ષિણ આફ્રિકાથી છે. 

1.એનરિક નોર્કિયો - 156.2kmph 

2. એનરિક નોર્કિયો - 154.8kmph

3. ડેલ સ્ટેન - 154.4kmph

4. એનરિક નોર્કિયો - 154kmph

5. કૈગિસો રબાડા - 153.9kmph