નવી દિલ્હી

સેન્ટ્રલ બ્યુરો ઇન્વેસ્ટીંગેશનના વડાની જાહેરાત કરી દેવામાં આવી છે .સીબીઆઇના નવા ડાયરેકટક તરીકે આઇપીએસ અધિકારી સુબોધ જયસ્વાલની નિમણુંક કરવામાં આવી છે. તેમનો કાર્યકાલ બે વર્શ સુધીનો રહેશે.સીબીઆઇની નિમણૂંકની અટકળોનો અંત આવી ગયો છે આઇપીએસ સુબોધ કુમાર જયસ્વાલ નવા ડાયરેકટર બન્યાં છે.આઇપીએસ સુબોધ કુમાર 1985ના આઇપીએસ બેંચના અધિકારી છે.

તે પહેલા મહારાષ્ટ્રના પોલીસ મહા નિર્દેશક રહ્યા હતા.તેમની કામ કરવાની એક આગવી શૈલી છે તેેમના અનુઊવ અને તેમની સર્વિસ બુક સારી હોવાથી તેમના પર પસંદગી ઉતારવામાં આવી છે. સીબીઆઇના ડાયરેકટર બનતાં પહેલા તે કેન્દ્રીય ઐાધોગિક સુરક્ષા બળના મહાનિર્દેશક હતાં.ઉલ્લેકનીય છે કે વડા પ્રધાન મોદીના ખાસ રાકેશ આસ્થાના આ પદ પરથી પહેલા જ બહાર થઇ ગયાં હતા .તેમનો વિવાદ થયો હોવાથી તેઓ સીબીઆઇ રેસમાંથી બહાર થઇ ગયાં હતાં.