દિલ્હી-

યુએસ ગુપ્તચર અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન તેના શક્તિશાળી જનરલ કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા દક્ષિણ આફ્રિકામાં યુએસ રાજદૂતની હત્યા કરવા માંગે છે. યુએસ ગુપ્તચર સુત્રોએ જણાવ્યું હતું કે યુએસ એમ્બેસેડરની હત્યાનું કાવતરું એવા સમયે સામે આવ્યું છે જ્યારે ઈરાન અમેરિકી હુમલાનો બદલો લેવા તલપાપડ છે.

એવું માનવામાં આવે છે કે જો ઈરાન આ હુમલો કરશે તો ઇરાન-અમેરિકાના બગડતા સંબંધો વધુ બગડશે. તે જ સમયે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઈરાન વિરુદ્ધ બદલો લેવાનો ખતરો પણ વધશે. આનાથી સમગ્ર પશ્ચિમ એશિયાના યુદ્ધમાં ફસાઈ જવાનું જોખમ વધશે. અમેરિકી અધિકારીએ કહ્યું કે, દક્ષિણ આફ્રિકામાં ઈરાની દૂતાવાસ આખા હુમલાના કાવતરામાં સામેલ છે.

પોલિટીકો વેબસાઇટના એક અહેવાલ મુજબ અધિકારીઓએ જણાવ્યું હતું કે અમેરિકન અધિકારીઓ યુએસ એમ્બેસેડર લના માર્ક્સના જીવન માટેના ખતરાથી પરિચિત છે. જો કે, તાજેતરના સમયમાં, રાજદૂત ઇરાની હુમલાનું નિશાન હોવાનું અંગે મજબૂત માહિતી મળી છે. યુએસ અધિકારીઓને લાગે છે કે દક્ષિણ આફ્રિકામાં રાજદૂત પર હુમલો કરવો એ ઈરાનનો બદલો લેવાનો સંભવિત વિકલ્પ છે.

આ વર્ષની જાન્યુઆરીમાં શરૂઆતમાં, કાસીમ સુલેમાની અમેરિકી ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો. તે સમયે, યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ કહ્યું હતું કે ઈરાન સામે પ્રતિકાર વિકસાવવા માટે અમેરિકાએ સુલેમાનીની હત્યા કરી હતી. આ ધમકીને ધ્યાનમાં રાખીને યુએસ એમ્બેસેડરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.