ડાંગ, તા.૬ 

રાજ્ય ના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે અંદાજે ૧૩ કરોડના ખર્ચે નિર્માણ થયેલ સિંચાઇ વિભાગનો તળાવમાં ઇજારદારે શરુઆતથી જ ગેરરીતિ આચરતા નિર્માણના ૧૦મા વર્ષેપણ તળાવમાં ટીપુંપાણી સંગ્રહ ન થતા સરકારી કરોડો રૂપિયાનો ધુમાડો થયાનો અહેસાસ સ્થાનિકો કરી રહ્યા છે.

સાપુતારા ખાતે રાજ્ય સરકાર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા વર્ષે કરોડો રૂપિયાનો આંધણ કરે છે,પરંતુ તેનું યોગ્ય આયોજન અને સુપરવિઝન ના અભાવે યોજનામાં ભારે ગેરરીતિ આચરતા યોજના સાકાર થતાપહેલા જ કાગળપરપૂર્ણ કરી દેવાતા વિકાસ થતો નથી. ગિરિમથક સાપુતારા ખાતે ખેતીની કોઈ જમીન ન હોવા છતાં અંદાજે ૧૩ કરોડના ખર્ચે બનાવેલ નવું તળાવમાં સર્જાયેલ ભંગાણ બાદપાણી નું સંગ્રહ ન થતા સરકારી કરોડો રૂપિયાનો ધુમાડો થયો હોય તેમ જણાય રહ્યું છે. હાલ કોરોના મહામારી વચ્ચે હોટેલ ઉદ્યોગ સહિત સ્કૂલો બંધ હોવાથી

સાપુતારા ખાતેપાણીનો ઉપયોગ ઓછો હોવાથી તળાવમાં સર્જાયેલા ભંગાણ મરામત કરવા સિંચાઇ વિભાગ સદંતર નિષફળ નીવડ્યું છે.