બોડેલી, છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કંડેવાર ગામ નજીક સીંચાઇ ના તળાવ માં વહેલી સવારે ગાબડું પડ્યું હતું .ગાબડું પડતાં સિંચાઇ તળાવ નું પાણી ગામતરફ વળ્યું જાેકે ગામ લોકોને જાણ થતાં તેઓ ઘર ની બહાર આવી ગયા હતા. સદનશીબે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ સતત રીતેપાણીનું વહન થતાં આ પાણી લોકોના ખેતરો તરફ જઇ રહ્યું છે જે ખેડૂતો માટે એક ચિંતા નો વિષય બન્યો છે. 

વર્ષો પહેલા કંડેવાર ગામ નજીક બનાવવામાં આવ્યું હતું જેમાં વારંવાર ગાબડાં પડી જતાં હોવાનો આક્ષેપ ગામ લોકો કરી રહ્યા છે . આજે પણ વહેલી સવારે તળાવના એક બાજુના ભાગેથી પાંચથી છ ફૂટ નું ગાબડું પડ્યું હતું જેને લઈ ગામમાં પાણી ગુશી ગયા હતા. કેટલાકકાચા મકાનો મુકેલ ઘાસ ચારો તણાયો ગયો હતો . જાેકે ગામ લોકોને જાન થતાં બૂમાબૂમ કરી હતી અને પોતાના ઘરો માથી બહાર આવીગયા હતા. તંત્રને તો જાણ ગામના સરપંચે કરી અને મામલતદાર ઘટના સ્થળ પર આવી ગયા હતા. પણ જે ગામના તલાટીને સર્વેકરવાની જવાબદારી મામલતદાર દ્રારા સોપવામાં આવી હતી તે તલાટી ઘટના સ્થળ પર જ ન પહોચ્યા હતી. જેથી જે લોકો ના ઘરોને નુકશાન થયું છે તેનું સર્વે કરવામાં ન આવતા ગામ લોકોમાં નારાજગી જાેવાઈ રહી છે.ઘટનાની જાણ મામલતદારને થતા મામલતદાર તો સ્થળ પહોંચ્યા હતા. તલાટીને સર્વે કરવા માટેના આદેશ કર્યા પણ તલાટીએ ગામની ભાગોળના મંદીર પર બેસીને જતાં રહ્યા હતા તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે. આ વિસ્તારના ખેડૂતોએ વારંવાર કુદરતી માર સહન કર્યો અને ફરી આ તંત્રની બેદરકારીનો ભોગ બનવાનોવારો આ ખેડૂતોને આવ્યો છે ત્યારે તળાવમાં પડેલ ગાબડું કયારે પુરાસે તે આ વિસ્તારના ખેડૂતોને ચિંતા છે.

આ વિસ્તારના ખેડૂતો માટેસિંચાઇનું આ તળાવ વરસાદ રૂપ છે પરંતુ જે રીતે પાણીનું વહન થઈ રહ્યું છે તે જાેતાં આવનારા સમય માં તળાવમાં નહી રહે. ખેડૂતો રવીપાક અને ઉનાળાના પાક માટે ની ચિતા કરી રહ્યા છે. જેથી તંત્ર પડેલ ગાબડાં ને જલ્દી પૂરે તે જરૂરી છે. હાલમાં તળાવનું પાણી સતત રીતે ગામ તરફ વહી રહ્યું છે ગામ ના ખેડૂતોને બે દિવસથી માવઠા ના પાણીને લઈ ખેતીમાં નુકશાન આવસેતેવી ચિંતા છે તો બીજી બાજુ આ તળાવનું પાણી પોતાના ખેતર સુધી પહોચીને ખેતરોના ઊભા પાકને બગાડસે તેવી ચિતામાં વધારો થયો છે.