વોલસ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ, ફેસબુક તેનાં પ્લેટફોર્મ પર નફરત ફેલાવી રહેલાં સામે એટલાં માટે એક્શન નથી લઈ રહ્યું કારણ કે, તેને ભારતમાં મોજૂદ તેનાં બિઝનેસ અને સ્ટાફની ચિંતા છે! ફેસબુકની સિક્યોરિટી ટીમે ભારતને લઈને અમુક મહત્ત્વપૂર્ણ ચેતવણીઓ આપી છે! આ અમે નથી કહી રહ્યાં, વોલસ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.

આ રિપોર્ટ મુજબ, ફેસબુક તેનાં પ્લેટફોર્મ પર નફરત ફેલાવી રહેલાં સામે એટલાં માટે એક્શન નથી લઈ રહ્યું કારણ કે, તેને ભારતમાં મોજૂદ તેનાં બિઝનેસ અને સ્ટાફની ચિંતા છે! આ ઘટસ્ફોટ એવાં સમયે થયો છે જ્યારે સોશિયલ મીડિયા પર નફરત ફેલાવતાં તત્વોનો રાફડો ફાટી નીકળ્યો છે. 


ફેસબુક પણ નફરત ફેલાવતાં તત્ત્વો સામે પગલાં ભરતાં ડરી રહ્યું છે? શું છે આખી કહાણી આઓ જાેઈએ..


ધ વોલસ્ટ્રીટ જર્નલના એક અહેવાલ મુજબ, જૂન - ૨૦૨૦માં નવી દિલ્હીમાં એક ચર્ચની બહાર બજરંગ દળના સદસ્યોએ ધાબો બોલ્યો હતો. એવો દાવો કર્યો હતો કે, આ ચર્ચ એક મંદિરની ઉપર બનાવવામાં આવ્યું છે. કથિત રીતે ચર્ચના પાદરી ઉપર હુમલો કર્યો હતો.આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભયાનક રીતે વાયરલ થયો હતો. રિપોર્ટ મુજબ, ફેસબુકની સેફ્ટી ટીમ આ મામલે એવાં નિર્ણય પર પહોંચી હતી કે, બજરંગ દળ ભારતમાં અલ્પસંખ્યકોની વિરુદ્ધ હિંસાને સમર્થન આપી રહ્યું છે. આ સંગઠનને ખતરનાક સંગઠન તરીકે ગણી શકાય છે. બજરંગ દળને એફબીના પ્લેટફોર્મ પર બેન કરી દેવું જાેઈએ.


પછી શું થયું!? 

આવાં રિપોર્ટ પછી પણ બજરંગ દળના ફેસબુક પેજ કે અકાઉન્ટને હટાવવામાં આવ્યાં ન હતાં!


એવું કેમ થયું!?

કહેવાય છે કે, કથિત રીતે ફેસબુકની સિક્યોરિટી ટીમે એક ચેતવણી આપી હતી!ફેસબુકની સિક્યોરિટી ટીમને ચિંતા હતી કે, ફેસબુકે સત્તામાં મોજૂદ હિંદુ રાષ્ટ્રવાદી નેતાઓના ગુસ્સાનો સામનો કરવો પડશે! સાથે સાથે બજરંગ દળ ભારતમાં ફેસબુકમાં કામ કરતાં લોકો અને તેની ઓફિસિસ પર હુમલાઓ કરી શકે છે.


બજરંગ દાળના પ્રવક્તાનું શું કહેવું છે?



જાેકે, આ મામલે બજરંગ દળના એક પ્રવક્તાએ સ્પષ્ટ એવું કહ્યું હતું કે, તેનાં સદસ્યો કોઈ ગેરકાનૂની ગતિવિધિઓમાં ભાગ નથી લેતાં. બજરંગ દળને બીજા કોઈ ધર્મ સાથે કોઈ વિવાદ નથી.

રિપોર્ટ અનુસાર ફેસબુકની સિક્યોરિટી ટીમે બીજા બે રાઇટવિંગ હિંદુ રાષ્ટ્રવાદી ગ્રૂપ્સને બેન કરવા બાબતે પણ અગમચેતી ઉચ્ચારી હતી.


ફેસબુકે ભારતને કઈ શ્રેણીમાં મૂક્યું છે? જાણો છો?

રિપોર્ટ મુજબ, ફેસબુકના હ્યુમન રાઇટ્‌સ સ્ટાફે આંતરિક રૂપે ભારતને ટીઅર વનની શ્રેણીમાં મૂક્યું છે. મતલબ કે, ભારત એ દેશોમાંનું એક છે જ્યાં સામાજિક હિંસાનો ખતરો સૌથી વધુ હોય છે!


આ આખા મામલે ફેસબુકે શું કહ્યું હતું?



ધ વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ, ફેસબુકનું કહેવું છે કે, જ્યારે કોઈ પેજ કે અકાઉન્ટને રિપોર્ટ કરવામાં આવે ત્યારે તેનો રિવ્યૂ થાય છે. બજરંગ દળના ગ્રૂપનો રિવ્યૂ એક વર્ષથી ફેસબુકના ઇન્ટરનલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાં પડ્યો છે. તેમાં બ્લોક્ડ એવું લખેલું છે! જાણકારોનું કહેવું છે કે, આનો મતલબ છે તેનાં પર કામ અટકાવી દેવામાં આવ્યું છે. 

તેનાં પર એક એમ્પ્લોઇની નોટ પણ છે જેમાં રિકમેન્ડ કરવામાં આવ્યું છે કે - આ ગ્રૂપ પર બેન લગાડવામાં ન આવે! કેમ? બજરંગ દળના પોલિટિકલ કનેક્શનને કારણે મામલામાં પેચ ફસાયો છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ, ફેસબુકના પ્રવક્તા એન્ડી સ્ટોનનું કહેવું છે કે, જે એમ્પ્લોઇએ આ કમેન્ટ આપી છે તે ડબલિનમાં છે. તેનો વ્યૂહ સંબંધિત ટીમોના વ્યૂહ સાથે મળ નથી ખાતો.

ફેસબુકની ડેન્જરસ ઇન્ડિવિઝ્‌યૂઅલ્સ એન્ડ ઓર્ગેનાઇઝેશન પોલિસી એવાં લોકો અને સમૂહ પર નજર રાખે છે, જે ખતરનાક સાબિત થઈ શકે છે. સ્ટોનના કહેવા મુજબ, આ પોલિસી આખા વિશ્વમાં લાગું છે. તેમાં કોઈ રાજનીતિક પાર્ટી કે પોઝિશનને ધ્યાનમાં રાખવામાં આવતી નથી.


બજરંગ દળ વિશે ફેસબુકના પ્રવક્તાએ શું કહ્યું?

બજરંગ દળના રિવ્યૂ પ્રોસેસમાં બ્લોક્ડ વિશે ફેસબુકના પ્રવક્તાએ કહ્યું કે, બ્લોક્ડનો મતલબ એ નથી કે, આ મુદ્દે ચર્ચા ન થઈ શકે. બ્લોક્ડનો મતલબ એવો થાય છે કે, પ્રોસેસમાં હમણાં કોઈ એક્શન લેવામાં નહીં આવે. સિક્યોરિટી ટીમે બજરંગ દળ વિશે જે ચેતાવણી ઉચ્ચારી છે એ પ્રક્રિયાનો એક હિસ્સો છે. બજરંગ દળે પોસ્ટ કરેલો એ વીડિયો ફેસબુકે હટાવી દીધો છે, પણ ફેસબુક લેવામાં કેમ ઢીલી પડ્યું છે તે એક ડિબેટનો વિષય બની ગયો છે.