જયપુર-

રાજસ્થાનમાં છેલ્લા 3 દિવસોથી રાજનિતી ખેચંતાણ ચાલી રહી છે.રાજ્યના ઉપમુખ્યમંત્રી સરકાર તથા પાર્ટીની નાખુશ થઇને દિલ્લીમાં બેઠા છે ત્યારે સોમવારે કોગ્રેસ આલાકમાને પાઇલોટને મનાવવા માટે ગઇ કાલે મિડીયાનો સહારો લીધો હતો અને પાયલોટને કહેવામાં આવ્યુ હતુ કે જો તેમને કોઉ તકલીફ હોય તો પાર્ટી સાંમે ખુલીને વાત કરે. તે વચ્ચે ગઇ કાલે બપોરે મુખ્યમંત્રી અશોરસિંહ ગેહેલૌતે શકિત પરીક્ષણ કરી પાયલોટને એક સંદેશ પણ પહોચાડ્યો હતો.

સુત્રો દ્વારા એવુ જાણવા મળ્યુ છે કે, પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગઈકાલથી ત્રણ વાર સચિન પાયલોટ સાથે વાત કરી છે. પરંતુ સચિનનો હજી  તેનો કોઇ જવાબ આપ્યો નથી આવી સ્થિતિમાં હવે સચિન પાયલોટ પર કાર્યવાહી થઈ શકે છે. મંગળવારે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક બાદ પાર્ટી સચિન પાયલોટ અંગે અંતિમ નિર્ણય લઈ શકે છે. પાર્ટી હાઈકમાન્ડ આ મુદ્દાને આગળ વધારવા માંગતો નથી. આવી સ્થિતિમાં સચિન પાયલોટ અને કોંગ્રેસ વચ્ચેનું અંતર વધતું જણાય છે.