દિલ્હી-

કોરોના મહામારીના કારણે છેલ્લા પાંચ મહિનાથી બંધ રહેલા સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય આયોજનો પણ આ રીતે શરૂ થઇ શકશે. કોઇ પણ સભાગૃહની ૫૦ ટકા સીટો જેટલા શ્રોતાઓ બોલાવીને સંગીત, નૃત્ય, નાટક, સભા, વિમોચન જેવા કાર્યક્રમ કરી શકાશે. અનલોકની આગામી ગાઇડલાઇનમાં કેન્દ્ર સરકાર આ બાબતો સામેલ કરી શકે છે.

દેશમાં ફરી મોટા સમારંભ યોજવાની છૂટ મળી શકે છે. એટલે કે હવે તમે પહેલાંની જેમ ધામધૂમથી લગ્ન કરી શકશો. લગ્ન સમારંભોમાં ૫૦થી વધુ મહેમાનોને આમંત્રિત કરી શકાશે. ઇચ્છો તેટલા મહેમાન બોલાવી શકાશે. જો કે આ માટે તમારે મહેમાનોથી બમણી ક્ષમતાવાળું સમારોહ સ્થળ શોધવું પડશે, કારણ કે હવે લગ્નમાં કોઇ પણ હાલ કે લગ્નસ્થળની ૫૦ ટકા ક્ષમતા જેટલા મહેમાનો જ બોલાવી શકાશે. ધારો કે તમે લગ્નમાં ૨૦૦ મહેમાનને આમંત્રિત કરી રહ્યા છો, તો સમારોહ સ્થળની ક્ષમતા ૪૦૦ મહેમાનની હોવી જોઇએ. આ જ રીતે ૨૦૦ દર્શકો માટે ૪૦૦નો ક્ષમતાવાળું સભાગૃહ હોવું જોઇએ. 

પાંચ મહિનાથી બંધ રહેલા સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય આયોજનો પણ આ રીતે શરૂ થઇ શકશે. કોઇ પણ સભાગૃહની ૫૦ ટકા સીટો જેટલા શ્રોતાઓ બોલાવીને સંગીત, નૃત્ય, નાટક, સભા, વિમોચન જેવા કાર્યક્રમ કરી શકાશે. જો કે કાર્યક્રમ કન્ટેઇનમેન્ટ ઝોનમાં ન હોવો જોઇએ. અનલાઙ્ખકની આગામી ગાઇડલાઇનમાં કેન્દ્ર સરકાર આ બાબતો સામેલ કરી શકે છે. માઙ્ખલ ખોલવાની મંજૂરી બાદ સિનેમાદ્યરો તથા મલ્ટીપ્લેકસ માલિકો પણ એક તૃતીયાંશથી ૫૦ ટકા ક્ષમતા સાથે ખોલવાની માગ કરી રહ્યા છે. 

૨૩ માર્ચથી લોકડાઉન લાગુ થયા બાદ આ પ્રવૃત્ત્િ।ઓ પર પ્રતિબંધ લદાયો હતો. કેન્દ્રીય પર્યટન મંત્રી પ્રહલાદ પટેલે કહ્યું કે પર્યટન-સંસ્કૃતિના ક્ષેત્ર કોરોનાના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા સેકટર્સ પૈકી એક છે. હોટલ ઇન્ડસ્ટ્રીની રેવન્યૂનો મોટો હિસ્સો ત્યાં મીટિંગ, કોન્ફરન્સ તથા એકિઝબિશન જેવા આયોજનોથી મળે છે. કેન્દ્રીય ગૃહ મંત્રીને પત્ર લખીને સૂચન કરાયું છે કે હોટલ્સના બેન્કવેટ હોલ, કોન્ફરન્સ રૂમમાં ૫૦% ક્ષમતામાં લોકોને આમંત્રિત કરીને આયોજનની છૂટ આપવામાં આવે. આ અંગે ગૃહ સચિવ સાથે પણ વાત થઇ છે. તેઓ આ પ્રસ્તાવ અંગે સહમત છે. અનલોક અંગેના નવા આદેશમાં આ બાબતો સમાવાય તેવી પૂરી આશા છે.