મુંબઇ

બોલિવુડના સૌથી ચર્ચામાં રહેલા ડિવોર્સમાંથી એક હતા એક્ટર હૃતિક રોશન અને તેની પત્ની સુઝૈન ખાનના. અલગ થયા બાદ હૃતિક અને સુઝૈન પોતાની રીતે જિંદગી વિતાવી રહ્યા છે. જો કે, બંને વચ્ચે મિત્રતા હજી પણ છે. તેઓ પોતના બંને દીકરાઓને કાળજી સાથે મળીને રાખે છે. અત્યાર સુધી હૃતિક અને સુઝૈન પોતાના બાળકોને સાથે વેકેશન, ડિનર કે લંચ કે ફિલ્મ જોવા લઈ ગયા હોય તેવી ઘણી તસવીરો અને વિડીયો સામે આવી ચૂક્યા છે. જો કે, હવે એવી ખબર આવી છે કે સુઝૈનની જિંદગીમાં કોઈ ખાસ વ્યક્તિનો પ્રવેશ થયો છે.

સોશિયલ મીડિયા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ગલીઓમાં ચર્ચા છે કે, સુઝૈન એક્ટર અને 'બિગ બોસ 14'ના કન્ટેસ્ટન્ટ અલી ગોનીના ભાઈ અર્સલાનને ડેટ કરી રહી છે. 'પિંકવિલા'ના રિપોર્ટ પ્રમાણે, સુઝૈન અને અર્સલાન ખૂબ સારા મિત્રો છે અને એકબીજા સાથે ઘણો સમય વિતાવે છે. રિપોર્ટ અનુસાર, સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, 'સુઝૈન અને અર્સલાન ગોની લગભગ છેલ્લા 6 મહિનાથી વધુ સમયથી એકબીજાને જાણે છે. બંનેની મુલાકાત ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના કેટલાક કોમન મિત્રો દ્વારા થઈ હતી. પરંતુ સુઝૈન અને અર્સલાન છેલ્લા થોડા વખતથી જ નિકટ આવ્યા છે.'

રિપોર્ટ અનુસાર, સૂત્રોએ એમ પણ કહ્યું છે કે, સુઝૈન અને અર્સલાન હાલ તો આ અંગે કંઈ કહેવા તૈયાર નથી પરંતુ તેમની બોડી લેંગ્વેજ પરથી કહી શકાય છે કે તેમનો સંબંધ મિત્રતાથી વધારે છે. સુઝૈન અને અર્સલાન ઘણીવાર ટીવી ઈન્ડસ્ટ્રીના કોમન મિત્રો સાથે હેંગઆઉટ કરે છે.