વોશિંગ્ટન-

અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાયડને આ સંઘર્ષને લઈને કહ્યુ કે ઈઝરાયલને પોતાની સુરક્ષા કરવાનો પુરો હક છે. ગાઝા પટ્ટી અને ઈઝરાયલની વચ્ચે ૨૦૧૪ બાદ આ સૌથી મોટો સંઘર્ષ થઈ રહ્યો છે. જાે બાયડને વ્હાઈટ હાઉસ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે મને આશા છે કે આ સંઘર્ષ જલ્દી સમાપ્ત થઈ જશે. આની સાથે તેમણે કહ્યુ કે ઈઝરાયલે પોતાની રક્ષા કરવાનો પુરો હક છે જ્યારે તમારી બોર્ડર પર હજારોની સંખ્યામાં રોકેટ ઉડી રહ્યા હોય.

ઈઝરાયલ અને હમાસમાં છેડાયેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે અમેરિકાએ મિસ્ર અને કતારમાં પોતના રાજનાયિકોને મોકલ્યા છે. જેથી ગતિવિધિને સમાપ્ત કરી શકાય. ગત અનેક દિવસોમાં ઈઝરાયલ પર હમાસ રોકેટ હુમલા કરી રહ્યુ છે. જ્યારે ઈઝરાયલે પણ જબરજસ્ત જવાબ આપતા એર સ્ટ્રાઈક્સ કરી છે. બન્ને તરફથી કરવામાં આવેલા હુમલામાં ૬૦ લોકોના મોત થાય છે. સોમવારે સાંજે શરુ થયેલી હિંસામાં ૬૦થી વધારે પેલેસ્ટાઈની માર્યા ગયા છે. જ્યારે ૬ ઈઝરાયલીના મોત થયા છે. બુધવારે સાંજે હમાસે સતત તેલ અવીવમાં રોકેટ હુમલો કર્યો. તેલ અવીવ આર્થિક દ્રષ્ટિએ ઈઝરાયલ માટે મહત્વનુ મનાય છે.