ગોધરા : ગોધરા ખાતે ઈન્કમટેક્ષ વિભાગના મેગા સર્ચ જેવા અભિયાન સાથે એકસાથે ર૪ સ્થળોએ પાડવામાં આવેલા દરોડાઓની કાયદેસર તપાસોની કાર્યવાહીઓ આજેપણ ચાલુ રહેવા પામી છે. કરોડો રૂપિયાની કરચોરીઓ બહાર આવવાની સંભાવનાઓ સાથે ગોધરામાં વાવાઝોડાની જેમ ત્રાટકેલા ઈન્કમટેક્ષ વિભાગના દરોડાઓમા સામેલ કેટલાક અધિકારીઓ દ્વારા શહેરમાં આવેલ જુદી જુદી બેંકોમા પહોંચી જઈને અત્યાર સુધી ૧૦૦ જેટલા બેંક લોકરોને સીલ કરીને બેંક સત્તાવાળાઓ પાસેથી બેંક ખાતાઓના સ્ટેટમેન્ટો પણ માંગવામાં આવ્યા હતા. ગોધરામાં શહેરમાં ગત વહેલી સવારમાં ઈન્કમટેક્ષ વિભાગના વિશાળ કાફલાએ પ્રવેશ કરીને અત્યાર સુધીના ઈતિહાસમાં સોૈથી મોટા મેગા સર્ચ જેવા અભિયાનમાં સાગમટે ર૪ જેટલા સ્થળોએ દરોડાઓ પાડતા ગોધરામાં ભારે સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો. એટલા માટે કે ઈન્કમટેક્ષના વિભાગના અધિકારીઓ દ્વારા ગોધરા શહેર અને વેજલપુરના જે સ્થળોએ દરોડાઓ પાડ્યા છે. દરોડાના સ્થળોએથી જપ્ત કરવામાં આવેલ કોમ્પ્યુટરો, લેપટોપ, હાર્ડડીસ્ક ને કબ્જે કરીને હાથ ધરવામાં આવેલ સર્ચ ઓપરેશનમા રપથી વધારે પ્રિન્ટરો મશીનોમાંથી કોપી કાઢવામાં આવી રહી છે. આ સાથે ગોધરા સ્થિત ઈન્કમટેક્ષ ઓફીસમા ગત સાંજથી અધિકારીઓએ પડાવ નાખીને કરોડો રૂપિયાની કરચોરીઓ શોધવા માટે મહત્વના પુરાવાઓ એકત્ર કરવાની કવાયતો પુરજાેશમાં ચાલી રહી છેે. 

કેટલાક ચહેરાઓ છેલ્લા પાંચ વર્ષોમાં જાેતજાેતામાં કરોડો રૂપિયાના આસામી કેવી રીતે બની ગયા?

ઈન્કમટેક્ષ વિભાગના દરોડાઓની ઝપટમાં આવી ગયેલા કેટલાંક ચહેરાઓ છેલ્લા પાંચ વર્ષોમાં જે પ્રમાણે કરોડો રૂપિયાના આસામીઓ બનીને જે પ્રમાણે જમીનો, સ્થાયી અને અસ્થાયી મિલકતોના સોદાગરો બની ગયા આ પૈકી કેટલાંક સંખ્યાબંધ સરકારી અનાજની દુકાનોનું એક હથ્થું સંચાલન કરી રહ્યા છે. કેટલાક આંતર રાષ્ટ્રિય સ્તરે હવાલા પધ્ધતિઓથી નાણાંકીય વ્યવહારમાં સોદો કરી રહ્યા છે. ક્યાંક ગરીબ ખેડુતોને ઉંચા દરે વ્યાજના નાણાં આપ્યા બાદ વસુલાતોમાં ગરીબો પાસેથી જમીનોમાં ધાકધમકીઓ પુર્વક દસ્તાવેજાે કરાવી લઈને કરોડોપતિઓ થઈ ગયા છે. ખેડુતોની જાણ બહાર ગોધરા શહેર ફરતે આવેલ ખેતીની જમીનોના બારોબાર દસ્તાવેજાે કરાવી લેવાના કારસાઓ શહેરભરમાં બહુચર્ચિત તો છે જ પરંતુ ઈન્કમટેક્ષ વિભાગના દરોડાઓના સકંજાઓમાં આવી ગયેલા આ બહુચર્ચિત ચહેરાઓના રાજકીય ભલામણોથી પ્રભાવિત વહીવટી તંત્રના ઈશારાઓ પણ ઈન્કમટેક્ષના આગમન બાદ શાંત બનીને અંદરખાને ચિંતાતુર દેખાઈ રહ્યા છે.

ગોધરા સબ રજિસ્ટ્રાર કચેરી પાસેથી છેલ્લા પાંચ વર્ષના દસ્તાવેજાેની યાદી મેળવાશે

ગોધરા શહેર અને શહેર બહાર કરવામાં આવેલા જમીનોના સોદાઓ અને દસ્તાવેજાેમાં કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો થયા હોવાની આ શંકાઓને રંગેહાથે ઝડપી લેવા માટે કહેવાય છે કે, ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા ગોધરા સબ રજીસ્ટ્રાર કચેરી પાસેથી છેલ્લા પાંચ વર્ષોમાં કરવામાં આવેલા જમીનો અને મિલકતો સંબંધી રજીસ્ટ્રટર દસ્તાવેજાેમાં વેચાણ કરનાર ખરીદ કરનારાઓ આ તમામના નાણ અને સરનામાઓ સાથેની સંપુર્ણ વિગતો તાત્કાલિક આપવા માટેના જે પ્રમાણે સુચનો મોકલ્યા છે.