દિલ્હી-

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે ગુરુવારે બે મહિના પછી સૌથી વધુ સંક્રમણના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગુરુવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૭,૦૯૨ નવા કેસ નોંધાયા છે જ્યારે ૫૦૯ લોકોના મોત થયા છે. જ્યારે, ૩૫,૧૮૧ દર્દીઓ સ્વસ્થ થયા પછી ઘરે પરત ફર્યા છે. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા ૩,૮૯,૫૮૩ છે. બીજી બાજુ, જાે આપણે દેશમાં મૃતકોની કુલ સંખ્યાની વાત કરીએ તો તે વધીને ૪,૩૯,૫૨૯ થઈ ગઈ છે અને અત્યાર સુધી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને ૩,૨૦,૨૮,૮૨૫ થઈ ગઈ છે. કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૨,૮૦૩ કેસ નોંધાયા છે અને ૧૭૩ લોકોના મોત થયા છે.

દેશના બે રાજ્ય કેરળ અને મહારાષ્ટ્રમાં હાલમાં સૌથી વધુ પોઝિટિવિટી રેટ છે. કેરળના સાત જિલ્લાઓ (એર્નાકુલમ, ત્રિશૂર, કોઝિકોડ, પલક્કડ, કોલ્લમ અને કોટ્ટાયમ) માં દરરોજ ૨૦૦૦થી વધુ કેસ સામે આવી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમણના કેસો ફરી તીવ્ર બન્યા છે. આ મહિને ત્રીજી લહેર આવવાની આશંકા છે. અહીં રાષ્ટ્રીય રાજધાનીમાં ૧ સપ્ટેમ્બરથી બાળકો માટે શાળાઓ ખોલવામાં આવી છે. પરંતુ બાળકો માટે હજુ દેશમાં વેક્સિન ઉપલબ્ધ નથી. સરકારના આ ર્નિણયથી નિષ્ણાતો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં ચર્ચા શરૂ થઈ છે કે વેક્સિન વગર બાળકો શાળામાં કેવી રીતે જઈ શકે છે. આ બધાની વચ્ચે, છૈંૈંસ્જી ના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં તમામ બાળકોને વેક્સિન આપવામાં નવ મહિના સુધીનો સમય લાગશે. એવામાં બાળકોના ભવિષ્ય સાથે લાંબા સમય સુધી રમત રમી શકાય નહીં. બાળકોના વિકાસ માટે શાળાઓ ખોલાવી પણ આવશ્યક છે. કારણ કે બાળકો માટે શાળામાં જવું પણ ખૂબ જ મહત્વનું છે. શાળાઓ ખોલવા બાબતે રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે જ્યાં કોરોનાના ઓછા કેસ છે ત્યાં શાળાઓ ખોલી શકાય છે. ડિરેક્ટર ડો. ગુલેરિયાએ જણાવ્યું કે તમામ બાળકો પાસે ઓનલાઈન અભ્યાસ કરવાની સુવિધા નથી હોતી અને ન તો તેવું વાતાવરણ મળે છે, આવી સ્થિતિમાં શાળા ખોલવી જરૂરી છે. તેમણે કહ્યું કે શાળાઓમાં લગભગ તમામ શિક્ષકોને વેક્સિન આપવામાં આવી છે. ત્યાંની સ્થિતિ સૌથી અનુકૂળ છે. તેમણે તમામ શિક્ષકો અને સ્ટાફને અપીલ કરી છે કે તેઓ પોતે આગળ આવે અને તેઑ વેક્સિન મુકાવે. ડો. ગુલેરિયાએ શાળા તંત્રને લાંચ બ્રેક અને અન્ય કોઈપણ સમયે ભીડ એકઠી ન થવા દેવાની અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું કે આપણે બાળકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી રહ્યા છે કે નહીં તેની સંપૂર્ણ કાળજી રાખવી પડશે. જ્યારે, કોરોનાની ત્રીજી લહેર દરમિયાન બાળકો ઝપેટમાં આવવા મુદ્દે ડો. ગુલેરિયાએ કહ્યું કે, કોરોનાને ધ્યાનમાં રાખીને બાળકો માટેના વોર્ડ બનાવવા અને અન્ય મેડિકલ સાધનોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટે દરેક જિલ્લામાં તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. જણાવી દઈએ કે મેદાંતા હોસ્પિટલના ચેરમેન ડો.નરેશ ત્રેહાને કહ્યું હતું કે જાે કોરોનાથી બાળકો બીમાર પડે છે, તો અમારી હોસ્પિટલો તેમને સંભાળી શકશે નહીં, કારણ કે અમારી પાસે હજી સુધી આ માટેની સુવિધાઓ નથી.