વડોદરા,તા.૨૦ 

એમ.એસ.યુની.ની કોમર્સ ફેકલ્ટીમાં ઓનલાઇન એડમીશન પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે બહારના વિદ્યાર્થીને પણ એડમીશનમાં પ્રાધાન્ય આપવામાં આવે તેવી માગ સાથે એનએસયુઆઇએ કોમર્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કોમર્સ ફેકલ્ટીમાં હાલ એડમીશનની પ્રક્રિયા ચાલી રહી છે. એડમીશનની પ્રક્રિયામાં બહારના વિદ્યાર્થીઓને ૪૫થી ૫૫ ટકા સુધી એડમીશન આપવામાં આવે અને સાથે સાથે લોકલ પાસ થયેલ ટકાવાળા વિદ્યાર્થીઓને પણ એડમિશન આપવામાં આવે. ગત વર્ષે પણ બહારના વિદ્યાર્થીઓને ૪૫થી ૫૫ ટક સુધીના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા હતા તો આ વર્ષે કેમ આપવામાં ન આવે. લોકલ વિદ્યાર્થીઓને પાસ થયેલ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. આ વર્ષે કેમ નિયમ બદલવામાં આવી રહ્યા છે.

તેના સાથે સાથે જ દર વર્ષે એડમિશન પ્રક્રિયા શરૂ થતાં પહેલાં જ કેટલા ટકાએ કઇ બિલ્ડીંગમાં એડમિશન મળશે તે બહાર પાડી દેવામાં આવે છે. તો આ વર્ષે કેમ નથી આવી રહ્યું અને વિદ્યાર્થીઓ આટલી માંગ કરી રહ્યા છે તો છતાં પણ ફેકલ્ટી દ્વારા કોઇ પ્રકારના નિર્ણય લેવામાં આવ્યો નથી.