રાજપીપળા દેશના મુખ્ય ચુંટણી કમિશનર સુનિલ અરોરાએ પોતાની ધર્મ પત્ની સાથે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.તેઓ હવાઈ માર્ગે કેવડિયાના આરોગ્ય વન નજીકના હેલિપેડ પર ઉતર્યા હતા.નર્મદા નિગમના સ્ડ્ઢ રાજીવ ગુપ્તા, નર્મદા જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને વડોદરા કલેકટર શાલીની અગ્રવાલ સહિતની ટિમો એમની સાથે જાેડાયા હતા.મુખ્ય ચુંટણી કમિશનર સુનિલ અરોરા આરોગ્ય વનની મુલાકાત બાદ સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવી પહોંચ્યા હતા. મુખ્ય ચુંટણી કમિશનર સુનિલ અરોરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તો છે જ પણ સાથે સાથે દેશની એકતાનું પણ એક પ્રતીક છેઆગામી સમયમાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે ત્યાની સ્થિતિ પણ ગંભીર છે, એ બાબતે અરોરાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ચૂંટણી આયોગની ટીમ અને પશ્ચિમ બંગાળના અધિકારી સુદીપ જૈને બે વખત પ્રવાસ કરી ત્યાંની સ્થિતિનું આકલન કર્યું છે.પશ્ચિમ બંગાળમાં પણ મજબૂતીથી ચૂંટણી થશે.પશ્ચિમ બંગાળમાં સ્થિતિ મુજબ ફોર્સ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે ચર્ચાઓ કર્યા બાદ ર્નિણય કરાશે અને જરૂરિયાત મુજબ ફોર્સ પણ મળી જશે.લોકશાહીમાં કોઈ પણ ચૂંટણી કરવી એટલી સહેલી નથી.દરેક રાજ્યોની ભૌગોલીક પરિસ્થિતિ અલગ અલગ હોય છે.