મુંબઇ-

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રણૌત અને શિવસેના વચ્ચે શબ્દોનું યુદ્ધ ચાલુ છે. આવી સ્થિતિમાં શિવસેનાના મુખપત્ર 'સામના' એ ફરીથી કંગના રાણૌત પર નિશાન સાધ્યું છે. 'સામના'માં "વિવાદ માફીયાઓનું પેટદર્દ" ' ટાઈટલ સાથેના સંપાદકીય લેખમાં કંગના રણૌત દ્વારા મુંબઈની તુલના 'પાકિસ્તાન અધિકૃત કાશ્મીર' સાથે કરવાને લઈ ફરી વાર હુમલો કરવામાં આવ્યો છે. સાથે જ મુંબઈમાં રહીને મહારાષ્ટ્ર સરકાર પર સવાલ ઉઠાવવા અંગે સામનામાં પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેરનું ઉદાહરણ આપ્યું છે. શિવસેનાના મુખપત્ર સામનામાં ફરી એકવાર કંગનાનું નામ લીધા વિના એને આડકતરી ધમકી આપવામાં આવી હતી કે પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર કરવામાં ડહાપણ નથી હોં ને

વિવાદ માફિયાઓને પેટમાં પીડા શીર્ષક હેઠળ લખાયેલા સંપાદકીયમાં કંગના પર કટાક્ષ કરાયો હતો. મુંબઇને પાક કબજા હેઠળના કશ્મીર તરીકે ઓળખાવનારી કંગનાનું નામ સુદ્ઘાં લીધા વિના સંપાદકીયમાં ઇશારો કરાયો હતો કે પાણીમાં રહેવું અને મગરમચ્છ સાથે વેર કરવું એ ડહાપણભર્યું નથી. કાચના દ્યરમાં રહેતા હોય એવા લોકોએ બીજાના દ્યર પર પથ્થર ફેંકવા નહીં જોઇએ. જેમણે પથ્થર ફેંકયા એવા લોકોને મુંબઇ અને મહારાષ્ટ્રનો શાપ લાગ્યો હતો.