અમદાવાદ-

હવામાન વિભાગની આગાહી બાદ અરવલ્લી જિલ્લામાં શામળાજી, માલપુર,મોડાસા તાલુકામાં વવાજોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે કમોસમી વરસાદને કારણે મગફળી, મકાઇ, સહિતના અનેક ખરીફ પાકોને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફળી વળ્યું હતું.

હવામાન ખાતાની આગાહી બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો જ્યારે અરવલ્લી જિલ્લામાં શામળાજી, માલપુર,મેઘરાજ,મોડાસા તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ પડયો હતો. જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી પંથકમાં વરસાદ પડતાં મગફડી,મકાઇ સહિતના અનેક ખરીફ પાકોને વ્યાપક નુકશાન થયું હતું. જેના પગલે ખેડૂતોને મોટું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. તેમજ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાક ભીંજાઇ જતાં પાક ઘાસચારમાં પણ કામ ન લાગે તેવો રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.