હિંમતનગર-

તલોદ તાલુકાના હરસોલ ગામની સીમમાં ૧૪ દિવસ અગાઉ એક અજાણી મહિલાની હત્યા કરી ફેકી દીવાયેલી હાલતમાં તલોદ પોલીસને લાશ મળી હતી. જે આધારે પોલીસે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં તપાસને અંતે હરસોલના ટીંબાવાસમાં રહેતી એક મહિલાએ પોતાના પતિ સાથે આડા સબંધ હોવાની શંકા રાખી લાકડા વીણવા આવેલી પતિની કહેવાતી પ્રેમીકાની કુહાડીના ઘા મારી હત્યા કરાઈ હોવાનુ બહાર આવતા તલોદ પોલીસે હત્યા કરનાર મહિલાની એસઓજીની મદદથી ધરપકડ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા પોલીસવડા ચૈતન્ય માંડલીક તથા એસઓજી પીઆઈ વાય.જે.રાઠોડ અને તલોદના પીએસઆઈ એમ.એચ. પરાડીયાના જણાવાયા મુજબ હરસોલની સીમમાં આવેલી ગૌચરની અવાવરૂ જગ્યાએથી ગત તા.૨૯ સપ્ટેમ્બરના રોજ લાશ પડી હોવાની જાણ થતા તલોદ પોલીસે તરત જ ઘટના સ્થળે જઈ કહોવાઈ ગયેલી હાલતમાં લાશનો કબ્જો લીધો હતો. ત્યારબાદ મૃતકનું મૃત્યુ કેવી રીતે થયુ તે તપાસવા માટે ડોગ સ્કોર્ડ અને એસઓજીની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે પોલીસે મૃતકનુ પીએમ કરાવ્યા બાદ રહસ્ય શોધવા ફોરેન્સીક લેબોરેટરીમાં નમુના મોકલ્યા હતા. જ્યા તબિબોએ નમુનાનુ પૃથ્થકરણ કરીને મૃતકની કુહાડીના માથમાં ઘા મારી હત્યા કરાઈ હોવાનું જણાવ્યુ હતું તો બીજી તરફ તલોદ પોલીસે એસઓજીની મદદ લઈને હત્યાના મુળ સુધી પહોચવા માટે પ્રયાસ કરાયા હતા અને જે સ્થળેથી લાશ મળી આવી હતી. તે સ્થળની ઝીળવટ ભરી તપાસ શરૂ કરાઈ હતી. જેમાં પોલીસને એક મહિલાની બંગડી મળી આવી હતી. જે આધારે તલોદ પોલીસે ટીંબાવાસમાં જઈને પૃચ્છા શરૂ કરી હતી. જેમાં પોલીસના જણાવાયા મુજબ ટીંબાવાસમાં રહેતા કાંતાબેન રવિભાઈ પગીને આજ મહોલ્લામાં રહેતા ઉર્મિલાબેન રણજીતભાઈ પગીના પતિ સાથે આડા સબંધ હોવાનું જાણવા મળ્યુ હતું.