રોમ- 

યુએસ ઓપનમાંથી બહાર નીકળ્યાના કેટલાક દિવસ પછી નોવાક જોકોવિકે ડિએગો શ્વાર્ટઝમેનને 7-5, 6-3થી હરાવીને ઇટાલિયન ઓપન ટેનિસનો ખિતાબ જીત્યો. રોમમાં જોકોવિકનો આ પાંચમો ખિતાબ છે.

આ ટાઇટલ પોતાના નામે કર્યા બાદ 27 સપ્ટેમ્બરથી ફ્રેન્ચ ઓપન શરૂ થતાં પહેલાં તેનો આત્મવિશ્વાસ વધ્યો છે. જોકોવિકે કહ્યું, યુએસ ઓપનમાં જે બન્યું તેના ચાર-પાંચ દિવસ સુધી મેં માનસિક રીતે ઘણા ઉતાર-ચડાવનો અનુભવ કર્યો. મને આંચકો લાગ્યો હતો. 

યુએસ ઓપનમાં ગુસ્સે ભરાયેલા જોકોવિકે જજ પર બોલ ફેક્યો હતો. તેણે કહ્યું, "પણ હું તે ભૂલી ગયો અને આગળ વધ્યો હું હંમેશાં આવો જ રહ્યો છું. હું આગળનું જ વિચારુ છુ. 


મહિલા વર્ગની ફાઇનલમાં ટોચની ક્રમાંકિત સિમોના હાલેપે પ્રથમ રોમનો ખિતાબ જીત્યો, જ્યારે 2019ની ચેમ્પિયન કેરોલિના પિલ્સ્કોવાએ તેની ડાબી જાંઘની ઇજાને કારણે કોર્ટ છોડી દીધી હતી. હાલેલ તે સમયે 6-0, 2-1થી આગળ હતી.આથી ખિતાબ પોતાના નામે કર્યો