રોમ

નવ વખતના ચેમ્પિયન રફેલ નડાલે શુક્રવારે ઇટાલિયન ઓપનના સેમિફાઇનલમાં પ્રવેશ મેળવતાં તેના મેડ્રિડ માસ્ટર્સ ચેમ્પિયન એલેક્ઝાંડર ઝવેરેવને ૬-૩, ૬-૪થી હરાવ્યો. ગત સપ્તાહે મેડ્રિડમાં છેલ્લા આઠમાં બીજા ક્રમાંકિત નડાલ ઝ્‌વેરેવ સામે હારી ગયો હતો. પરંતુ ફોરો ઇટાલિકોમાં ઝવેરેવ સામેની તેની ત્રણ મેચની હારનો અંત આવ્યો હતો. નડાલે કહ્યું કે મારા માટે એક મહાન ખેલાડી સામે તે મહત્વની જીત હતી. ૩૪ વર્ષીય નડાલે ગુરુવારે તેની મેરેથોન ૩ કલાક અને ૩૦ મિનિટની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ડેનિસ શાપોવાલોવને માત આપી, જ્યાં તેને બે મેચ પોઇન્ટ બચાવવાની જરૂર હતી.

નડાલ હવે ૧૧ મી વખત ફાઇનલમાં સ્થાન મેળવવા માટે સેમિફાઇનલમાં અમેરિકન રીલી ઓપેલ્કાનો સામનો કરશે અને ૩૦ મેથી શરૂ થનારી ફ્રેન્ચ ઓપનમાં માટે પ્રેક્ટિસ મળશે.