રોમ 

સેરેના વિલિયમ્સને કારકિર્દીની ૧૦૦૦ મી ટૂર મેચમાં હારનો સામનો કરવો પડ્યો. જેને ઇટાલિયન ઓપન ટેનિસના બીજા રાઉન્ડમાં નાદિયા પોડોરોસ્કાએ ૭-૬, ૭- ૫ થી હરાવી. ચાર વખતની ચેમ્પિયન આઠમી ક્રમાંકિત સેરેના ઓસ્ટ્રેલિયન ઓપનથી ટેનિસ રમી નથી. લગભગ બે કલાક ચાલેલી મેચમાં તેને આજેર્ન્ટિનાના ખેલાડીએ હાર આપી હતી.

હાર પછી સેરેનાએ કહ્યું કોર્ટમાં પહેલી મેચ અઘરી હોય છે. કદાચ થોડી વધુ મેચની જરૂર પડે. હું શું બની શકે તે જાેવા માટે મારા કોચ અને ટીમ સાથે વાત કરીશ." ડિફેન્ડિંગ ચેમ્પિયન સિમોના હાલેપે વિશ્વની ભૂતપૂર્વ નંબર વન ખેલાડી એન્જેલિક કર્બર સામેની ઈજાના કારણે મેચ છોડવી પડી હતી. તે સમયે ૬-૧, ૬-૧ થી આગળ હતી.

અન્ય મેચોમાં વિશ્વની પાંચમાં ક્રમાંકિત યુક્રેનની એલેના સ્વિટોલિનાએ અમાન્દા અનિસિમોવાને ૨-૬, ૬-૩, ૬-૪થી પરાજિત કરી જ્યારે અમેરિકન કોકો ગોફે ઇજિપ્તની ૧૭ મી ક્રમાંકિત મારિયા સાકરીને ૬-૧, ૧-૬, ૬- ૭થી હરાવી. હવે પછીના રાઉન્ડમાં એલેનાનો મુકાબલો વર્લ્ડ નંબર ૧૨ માં સ્પેનની ગેર્બિન મુગુરુઝા સામે થશે જ્યારે કોકો પાંચમી ક્રમાંકિત અને મેડ્રિડ ઓપન ચેમ્પિયન બેલારુસ સબિના સબાલેન્કા સામે ટકરાશે. તે જ સમયે ચોથી ક્રમાંકિત બાર્બોરાએ સોફિયા કૈનીનને ૬-૧, ૬-૪ થી હરાવી . ટોપ સીડ એશલી બાર્ટી અને પૂર્વ ચેમ્પિયન કેરોલિના પિલ્સ્કોવા આગલા રાઉન્ડમાં પહોંચી ગઈ.