રોમ

વિશ્વની પ્રથમ નંબરની ખેલાડી બાર્ટી કોકો ગૌફ સામે ધીમી શરૂઆત બાદ પેહલો સેટ જીતી હતી પણ ત્યારબાદ બીજા સેટની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયનને નિવૃત્તિ લેવાની ફરજ પડી હતી. જયારે મેચ ૬-૪, ૨-૧ હતી ત્યારે વરસાદ પડ્યો અને બાર્ટી નિવૃત્ત થયો. જમણા હાથની ઇજાને કારણે ઈજાગ્રસ્ત થતા ફિઝિઓ સાથે વાત કરી મેચ માંથી ખસી જવાનો ર્નિણય લીધો હતો. મેચનો કમનસીબ અંત હતો કારણ કે બાર્ટી ફરી એકવાર એક મહાન મેચ રમી રહી હતી. બાર્ટી ઈજાગ્રસ્ત થતા કોકો ગૌફ સેમિફાઇનલમાં પહોંચી હતી.

અન્ય પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં જેલેના ઓસ્ટાપેન્કોએ એન્જેલિક કર્બરને ૪-૬,૬-૩,૬-૪ થી જ્યારે કેરોલિના પિલ્સ્કોવાએ વેરા ઝ્‌વોનેરેવાને૭-૫,૬-૩ થી હરાવી. એશ્લેએ અહીંની કોર્ટ પર તેની પહેલી મેચ રમ્યા પછી મીડિયાને કહ્યું મને લાગે છે કે એકવાર હું ત્યાં પહોંચી જઈશ ત્યારે મારા મોઢામાંથી 'વાહ' નીકળવાનું હતું. આ એક ખૂબ જ પ્રભાવશાળી કોર્ટ છે. આને સુમેળ બનાવવા માટે થોડો સમય લાગ્યો.

બીજી મેચમાં ઇંગા સ્વિટેકે બે મેચ પોઇન્ટ બચાવ્યા બાર્બોરા ક્રેજિસ્કોવાને ૩-૬, ૭-૬(૫),૭-૫ થી હરાવી. મેચ બે કલાક અને ૫૦ મિનિટમાં ચાલી હતી. ઇંગા તેની સિઝનના બીજા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી.