રોમ

ઇટાલીએ વર્લ્ડ કપ ફૂટબોલ ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટમાં ઉત્તરી આયર્લેન્ડને ૨-૦થી હરાવ્યું. ઇટાલી રશિયામાં ૨૦૧૮ ના વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ શક્યું ન હતું અને છ દાયકામાં આ પહેલીવાર હતું. હવે ઇટાલિયન ટીમે રવિવારે બલ્ગેરિયા અને ત્રણ દિવસ પછી લિથુનીયા રમવાનો છે. બલ્ગેરિયા અને ઉત્તરી આયર્લેન્ડની મેચ બુધવારે યોજાશે. ગ્રુપ સીની મેચમાં સ્વિટ્‌‌ઝર્લન્ડે બલ્ગેરિયાને ૩ - ૧થી હરાવ્યું. આ ઉપરાંત ગ્રીસે સ્પેનને વર્લ્ડ કપ મેન્સ ફૂટબોલ ક્વોલિફાઇંગ ઇવેન્ટમાં ૧-૧થી ડ્રો જીત્યું હતું. ગ્રુપ બીની અન્ય મેચમાં સ્વીડને જ્યોર્જિયાને ૧-૦થી હરાવ્યું. આ મેચમાં જીતવાનો ગોલ ઝલાટન ઇબ્રાહિમોવિકે કર્યો હતો, જે પાંચ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં પાછો ફર્યો હતો. એસી મિલાનના ૩૯ વર્ષીય સ્ટ્રાઈકર ઇબ્રાહિમોવિચે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાનો ર્નિણય પાછો ખેંચતા મેચ રમી હતી. આ પહેલા તે યુરો ૨૦૧૬ માં સ્વીડન તરફથી રમ્યો હતો.