લદ્દાખ-

પૂર્વી લદ્દાખના પેંગોંગ તળાવના મુખ્ય શિખરો પર ભારતીય સૈન્યએ કિલેબંધી કરી દીધી છે. હવે ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના ઓછામાં ઓછા 30 જવાનોએ કેટલાક વધુ નવા અને મહત્વપૂર્ણ મોરચા પર કબ્જાે મેળવીને દેશનો ઝંડો લહેરાવી દીધો છે. ITBP જવાનોએ રણનીતિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ બ્લેક ટોપ એરિયા નજીક નવા સ્થળોએ તેમની કિલ્લેબંધી કરી છે. ભારત માટે આ કેટલી મોટી સફળતા છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પૂર્વ લદ્દાખમાં એક્ચ્યુઅલ લાઈન ઓફ કંટ્રોલ (એલએસી) પર તૈનાત ચીની સૈનિકોની દરેક કાર્યવાહી નાનામાં નાની હિલચાલ આ ITBP જવાનો સ્પષ્ટ નજરમાં આવતી રહેશે. આ રીતે હવે આર્મી, આઈટીબીપી અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ (એસએફએફ)ના હસ્તક હેલ્મેટ ટોપ, બ્લેક ટોપ અને યલો બમ્પ્સ જેવા વ્યુહાત્મક સ્થાનો હોવાથી આ ક્ષેત્રમાં ભારતની પકડ મજબૂત બની છે.

વિગતવાર માહિતી મુજબ, ITBP જવાન પંચકુલા પાસમાંથી પસાર થઈને બ્લેક ટોપ પર પહોંચ્યા હતા. ફુરચુક લા પાસ 4994 મીટરની ઊંચાઇ પર સ્થિત છે. હમણાં સુધી ITBP  ફક્ત પેંગોંગ તળાવના ઉત્તરી કાંઠે આવેલા ફિંગર 2 અને ફિંગર ૩ વિસ્તારોની નજીક ધાન સિંહ પોસ્ટ પર જ તહેનાત કરવામાં આવતી હતી.

ITBP  આઇજી (ઓપરેશન્સ) એમ.એસ. રાવતે કહ્યું કે, 'આઈટીબીપીના ડીજીપી એસ. એસ. દેસવાલ ગત અઠવાડિયે જવાનો સાથે છ દિવસ વિતાવ્યા હતા અને એલએસી પર તેમની જવાબદારીઓ માટે તેમને સતર્ક કર્યા હતા. પ્રથમ વખત અમે આ શિખરો પર મોટી સંખ્યામાં હાજર છીએ. આઈજી રાવતે પણ ડીજીપી દેસવાલની સરહદી વિસ્તારોમાં છ દિવસ વિતાવ્યા હતા. તેમની સાથે આઈજી (પર્સનલ) દલજીત ચૌધરી અને આઈજી (લેહ) દીપમ પણ હતા.

દેસવાલે ૨૩ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન સરહદની મુલાકાત લીધી હતી અને અનેક પોસ્ટ્‌સની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે 'પ્રતિકૂળતામાં હિંમત દર્શાવવા બદલ' જવાનોના વખાણ કર્યા. સૈનિકોને સંબોધન કરતાં તેમણે કહ્ય્šં હતું કે સરહદ ચોકીઓ વચ્ચે આવનજવાન માટે તેમને વધારાના વાહનો પૂરા પાડવામાં આવશે. તેમણે કહ્ય્šં હતું કે હવે રસ્તાઓ બનાવવા પર ભાર મૂકવામાં આવશે જેથી આવનજાવન માટેના ખચ્ચર પર ર્નિભરતા મર્યાદિત થઈ શકે.

ૈં્‌મ્ઁએ અત્યાર સુધીમાં એલએસી ફર ૩૯થી વધુ સ્થળોએ મોરચાબંધી કરી છે. જ્યાં તેના જવાનો પગ જમાવીને તહેનાત છે.