મુખ્ય સમાચાર

  • ગુજરાત

    સમગ્ર પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ આજે પાણી નહીં મળે

    વડોદરા, તા.૨૮વડોદરા શહેરના પૂર્વના મોટાભાગના વિસ્તારમાં આજવાથી પાણીનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે બુધવારે રાત્રે આજવાની ૧૫૦૦ની મુખ્ય ફીડર લાઈનનો એર વાલ્વ રવાલ ગામ પાસે તૂટી જતા તંત્ર દોડતું થયું હતંુ. લાઈન ખાલી થાય નહીં ત્યાં સુધી રીપેરીંગ થઈ શકે તેમ ન હોવાથી આજે સાંજના સમયે સમગ્ર પૂર્વ વિસ્તારમાં પાણીનું વિતરણ નહીં થતાં ભર ઉનાળે પાણીનો કકળાટ સર્જાયો હતો. જ્યારે આવતીકાલે સવારે પણ પૂર્વ વિસ્તારમાં પાણી નહીં મળે, ૭ લાખ જેટલા લોકોને અસર થઈ છે. જાેકે, મળતી વિગતો મુજબ કોન્ટ્રાક્ટરની ચાલી રહેલી કામગીરી દરમિયાન ઝાડી ઝાંખરામાંથી પસાર થતી લાઈનના વાલ્વ પર મશીનનું બકેટ વાગતા તૂટ્યો હોવાનું કહેવાય છે. કોર્પોરેશન દ્વારા ગઈકાલે જ મહિસાગરના કૂવાની લાઈનોના ઈન્ટરલિંક જેમ જ એક ફીડર લાઈનના લીકેજના રીપેરીંગની કામગીરીના કારણે શટડાઉન લઈને કામગીરી કરવામાં આવી હતી. જે મોડી રાત્રે પૂર્ણ થઈ હતી. દરમિયાન ગત રાત્રીના ૮ઃ૩૦ વાગ્યાની આસપાસ આજવાથી નિમેટા આવતી ૧૫૦૦ની મુખ્ય ફીડર લાઈન પર રવાલ ગામ નજીક એર વાલ્વ તૂટી જતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.એર વાલ્વ તૂટી જતાં આજે સવારના સમયે તો પૂર્વ વિસ્તારમાં પાણી ઓછા પ્રેસરથી મળ્યું હતંુ, પરંતુ વાલ્વના રીપેરીંગની કામગીરી સમગ્ર લાઈન ખાલી કરીને કરવી પડે આવી સ્થિતિ હતી. ઉપરાંત બીજી ૯૦૦ની એચએસની લાઈન પણ બંધ કરવી પડી હતી. જેથી આજે સાંજે પૂર્વ વિસ્તારની ૭ ટાંકી અને પાંચ બુસ્ટરના કમાંન્ડ વિસ્તારમાં પાણી મળ્યું ન હતંુ. આવતીકાલે સવારના સમયે પણ પાણી વિતરણ નહીં થાય, જેથી ૭ લાખ લોકોને પાણીના કકળાટનો સામનો કરવો પડશે. પાલિકા તંત્રને જાણ થતાં ગત રાતથી જ જે ફીડર લાઈનનો વાલ્વ તૂટી ગયો છે. તે ૧૫૦૦ની લાઇન ખાલી કરવાની કામગીરી શરૂ કરી હતી. જાેકે, મુખ્ય લાઈન હોવાતી લાઈન ખાલી કરતા ૨૪ કલાકનો સમય થશે, તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતંુ.પાણીની લાઈન ખાલી થયા બાદ તૂટી ગયેલા એર વાલ્વના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આવતીકાલે બપોર સુધીમાં કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા છે. આવતીકાલે સાંજના સમયે પણ પૂર્વ વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી મળે તેવી શક્યતા છે. કઈ કઈ ટાંકીના કમાન્ડ વિસ્તારોમાં અસર ૧) પાણીગેટ ટાંકી ૨) આજવા ટાંકી ૩) ગાજરાવાડી ટાંકી ૪) નાલંદા ટાંકી ૫) કપૂરાઈ ટાંકી ૬) સયાજીપુરા ટાંકી ૭) બાપોદ ટાંકી ઉપરાંત ૮) સોમાતળાવ બુસ્ટર ૯) દંતેશ્વર બુસ્ટર ૧૦) મહાનગર બુસ્ટર ૧૧) સંખેડા-દશાલાડ બુસ્ટર ૧૨) મહેશ નગર બુસ્ટર
    વધુ વાંચો
  • ગુજરાત

    વૈકલ્પિક સ્થળનાં ઠેકાણાં નથી ને પદ્માવતી શોપિંગ ખાલી કરવા નોટિસથી વેપારીઓના જીવ તાળવે!

    વડોદરા, તા.૨૮વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં હેરિટેજ સ્કવેર બનાવવા ઉદ્દેશ અને પદમાવતી બિલ્ડિંગ જર્જરિત હોવાથી તેને તોડી પાડવા અનુસંધાને પાલિકા દ્વારા શોપીંગ સેન્ટરના ૨૯૦ વધુ દુકાનદારો સહિતને ૧૫ દિવસમાં ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે, જેથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. જાેકે, તેઓને પાલિકા દ્વારા આપવામાં આવેલા વચન પર વિશ્વાસ છે. વૈકલ્પિક જગ્યા બાદ જ આ બિલ્ડિંગમાં ખાલી કરાવશે, તેવી આશા વ્યક્ત કરીને કેટલાક વેપારીઓએ સ્થાનિક કાઉન્સિલરો સાથે પાલિકાની કચેરીએ આવીને મ્યુનિ.કમિશનરને રજૂઆત કરી હતી.જાેકે, મ્યુનિ. કમિશનરે પણ હાલ તુરંત પદ્માવતી ખાલી કરીને તોડી પાડવાની કોઈ વાત નથી, તેમ કહ્યું હતંુ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી નોટિસ બાદ આજે પદ્માવતી શોપિંગ સેન્ટરના તમામ વેપારીઓ એકઠાં થયાં હતા. વેપારીઓએ કહ્યું હતંુ કે, છેલ્લા એક વર્ષથી અહીં હેરિટેજ સ્કવેર બનાવવાનું નક્કી કરાયું છે. ત્યારથી અમારી તંત્ર સાથે ચર્ચા વિચારણા ચાલી રહી છે. અમને કારેલીબાગ વિસ્તારમાં આવેલ રાત્રી બજારની સામે જગ્યા ફાળાવવા તંત્રએ તૈયારી બતાવી હતી. જ્યાં અમને બિલ્ડિંગ તૈયાર કરી ન અપાય ત્યાં સુધી અકોટા ડી-માર્ટ પાસે આવેલ કોર્પોરેશનના ખુલ્લા પ્લોટમાં પતરાના શેડ મારી જગ્યાની ફાળવણી કરવામાં આવશે, તેવું નક્કી કરવામાં આવ્યું હતું. જાેકે, લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય અને આચાર સંહિતા અમલી બને તે અગાઉ મળેલી સ્થાયી સમિતીમાં અચાનક ઠરાવ કેમ બદલાઈ ગયો તેની અમને જાણકારી નથી. પાલિકાની નોટિસ બાદ ચિંતીત વેપારીઓએ કહ્યંુ હતંુ કે, અમારી માગ સંતોષવામાં આવે તો તમામ વેપારીઓ સન્માનજનક રીતે જવા તૈયાર છીએ. અમારો સમાજ હંમેશા ભાજપ સાથે રહ્યો છે. અમે સરકાર સાથે ટકરાવ નથી ઈચ્છતા અને વાટાઘાટોથી પ્રશ્નનું નિકારણ આવશે તેવી ખાતરી હોવાનંુ કહ્યું હતું. વેપારીઓએ એમ પણ કહ્યું હતંુ કે, અમને આપેલા વચન મુજબ વૈકલ્પિક જગ્યા આપ્યા બાદ જ બિલ્ડિંગ ખાલી કરાવશે, તેવી અમને આશા છે. આમ છતાં કોર્પોરેશન બિલ્ડિંગ ખાલી કરાવશે તો વેપારીઓએ કોર્ટમાં જવું કે નહીં? તે માટે પદ્માવતીના વેપારીઓની આગામી દિવસમાં એજીએમ બોલાવવામાં આવશે અને તેમાં જે નિર્ણય થશે તેના આધારે આગળની રણનીતિ નક્કી કરાશે, તેમ વેપારીઓએ કહ્યંુ હતંુ. શું કહે છે વે૫ારીઓ? વૈકલ્પિક વ્યવસ્થા કે લેખિતમાં ખાતરી આપવામાં આવી નથી વડોદરાના વિકાસ માટે પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડી પાડીને હેરિટેજ સ્કવેર બનાવવાનંુ આયોજન કરાયું છે. જે માટે પદ્માવતીના વેપારીઓ પણ સંમત થયા છે, પરંતુ વૈપારીઓ માટે આજદિન સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી કે લેખીતમાં ખાતરી આપવામાં આવી નથી. વેપારીઓને કોર્પોરેશન દ્વારા જગ્યા ખાલી કરવાની નોટિસ પણ આપવામાં આવી છે. સરકારના આવા વલણનો વડોદરા વેપાર વિકાસ એસોસિએશન વિરોધ કરે છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી વડોદરા વેપાર વિકાસ એસોસિએશન તેમની પડખે છે. શું કહે છે મ્યુ.કમિશનર? નોટિસ એક પ્રક્રિયાનો ભાગ છે ઃ મ્યુનિસિપલ કમિશનર પદ્માવતી શોપિંગ સેન્ટર જર્જરિત છે. ખાલી કરવા નોટિસ આપી છે, એ પ્રક્રિયાનો ભાગ છે. વેપારીઓને વૈકલ્પિક જગ્યાએ દુકાનો આપવાની છે, તે માટે ચર્ચા- વિચારણાં ચાલે છે. જગ્યા આઈડેન્ટિફાઈ થશે, એટલે આગળની કાર્યવાહી કરાશે. સ્થાયીએ ઠરાવ કર્યો છે. અન્ય જગ્યા શોધીને નિર્ણય કરવામાં આવશે. પ્રક્રિયાના ભાગરૂપે નોટિસ આપવી પડે, પણ અત્યારે ને અત્યારે તોડી પાડવાનું નથી. વેપારીઓ જાેડે ચર્ચા કરીને વૈકલ્પિક જગ્યા શોધીને આગળની કાર્યવાહી કરાશે, તેમ મ્યુનિ. કમિશનરે કહ્યંુ હતંુ.
    વધુ વાંચો
  • ગુજરાત

    ધો.૧૨ સાયન્સના પરિણામ પહેલાં જ વિદ્યાર્થીઓને ત્રણ માર્કની લ્હાણી

    વડોદરા, તા. ૨૮ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો. ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનો તાજેતરમાં જ પૂર્ણ થઇ છે. જેના પ્રશ્નપત્રોની ચકાસણી પણ શરૂ થઇ ગઈ છે. ત્યારે ધો. ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને પરિણામ આવે તે પહેલા જ ત્રણ માર્કની લ્હાણી કરાવમાં આવી છે. જાેકે, ગુજરાતી અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓને બે માર્ક જયારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ત્રણ માર્ક આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કેમેસ્ટ્રી અને ફિઝિક્સના પ્રશ્નપત્રમાં ભૂલના પગલે શિક્ષણ બોર્ડ દ્વારા આ ર્નિણય લેવાયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૧ માર્ચથી ધો. ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ કરાયો હતો. જે તા. ૨૨મી માર્ચના રોજ પૂર્ણ થઇ હતી. જે બાદ પેપર ચકાસવાની કામગીરી પણ શરૂ થઇ ગઈ છે. ત્યારે બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સાયન્સમાં ગણિત, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી વિષયની ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના તજજ્ઞો પાસે પ્રોવિઝનલ આન્સર કી તૈયાર કરાવાઈ હતી. જે આન્સર કી બોર્ડ દ્વારા વેબસાઈટ પર જાહેર કરાઈ હતી. જે આન્સર કીને લગતી રજૂઆત કરવા બોર્ડ દ્વારા તા. ૩૦મી માર્ચ સુધી સમય આપવામાં આવ્યો હતો. કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન દીઠ રૂ. ૫૦૦ ફી ભરી ઇમેઇલ મારફતે રજૂઆત કરી શકશે. જે દરમિયાન ધોરણ-૧૨ સાયન્સમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં ગણિત વિષયમાં કોઈ પણ પ્રશ્નમાં ભૂલ ન હોવાનું સામે આવ્યું છે. જયારે ગુજરાતી અને હિન્દી માધ્યમમાં કેમેસ્ટ્રી વિષયમાં બે પ્રશ્નમાં એકને બદલે બે વિકલ્પ સાચા હોવાનું સામે આવ્યું હતું. જેથી બે પૈકી ગમે તે વિકલ્પ પસંદ કરનાર વિદ્યાર્થીને માર્ક આપવા ર્નિણય લેવાયો છે. જયારે એક પ્રશ્નમાં ભૂલ સામે આવતા તમામ વિદ્યાર્થીઓને એક માર્ક આપવા ર્નિણય લેવાયો છે. તો બીજી તરફ અંગ્રેજી માધ્યમમાં બે પ્રશ્નોમાં એકને બદલે બે વિકલ્પ સાચા હોવાનું સામે આવતા બન્ને પૈકી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરનાર વિદ્યાર્થીને માર્ક આપવા ર્નિણય લેવામાં આવ્યો છે. જયારે બે પ્રશ્નમાં ભૂલ હોવાથી વિદ્યાર્થીઓને બે માર્ક આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં ફિઝિક્સ વિષયમાં એક પ્રશ્નમાં ભૂલ સામે આવતા વિદ્યાર્થીઓને એક માર્ક આપવાનો ર્નિણય લેવાયો છે. જયારે ગુજરાતી અને હિન્દી માધ્યમમાં બાયોલોજી વિષયમાં એક પ્રશ્નમાં બે વિકલ્પ સાચા હોવાથી તે પૈકી એક વિકલ્પ પસંદ કરનારને માર્ક આપવા ર્નિણય લેવામાં આવ્યો છે. જયારે અંગ્રેજી માધ્યમમાં પણ એક પ્રશ્નના બે વિકલ્પ સાચા હોવાનું સામે આવ્યું હતું. જેમાં પણ બે સાચા વિકલ્પ પૈકી કોઈ પણ એક પસંદ કરનારને માર્ક આપવા ર્નિણય લેવાયો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગણ સુદ-૧ના દિવસે મોટો મેળો ભરાય 

    છોટાઉદેપુર જિલ્લામાં હોળીના બીજા દિવસથી એટલે કે ધુળેટીના દિવસે ગામે-ગામ ચૂલના મેળા ભરાય છે. જેમાં કવાંટ તાલુકાના રૂમડીયા ગામે ફાગણ સુદ-૧ના દિવસે મોટો મેળો ભરાય છે તેમજ નવાલજા, પાનવડ, મોટી આમરોલ, પાનીબાર, જેતપુરપાવી, હરવાંટ, ડુંગરવાંટ, છોટાઉદેપુર ખાતે પણ મેળા ભરાય છે. ચૂલના દિવસે મેળામાં જતાં આદિવાસી યુવાનો આખો દિવસ ઉપવાસ રાખે છે અને ચૂલના જીવતા અંગારા ઉપર ચાલવાની માનતા રાખે છે. માનતા પૂરી કરવા માટે યુવાનો જીવતા અંગારા ઉપર ચાલે છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    માર્ચમાં જ ૪૦૦ને પાર

    વડોદરા, તા.૨૭હજી તો માર્ચ મહિનો ચાલી રહ્યો છે ત્યાં કાળઝાળ ગરમી સાથે આજે મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સેન્ટિગ્રેડ ઉપર પહોંચતા પરસેવે રેબઝેબ થઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. હજી ગરમી વધે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. તો બીજી તરફ માર્ચ મહિનામાં આટલી ગરમી છે તો એપ્રિલ- મેમાં ગરમી ક્યાં પહોંચશે તેવી ચર્ચા પણ શરૂ થઈ છે. આકરી ગરમીના કારણે તેની સીધી અસર બપોરના સમયે માર્ગો પર જાેવા મળી રહી છે. આ વખતે ઉનાળો વધુ આકરો રહે તેવી શક્યતા વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી એકાએક ગરમીનો પારો વધતા માર્ચ મહિનાના આખરી દિવસોમાં જ આટલી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સવારથી જ સૂર્ય દેવતા અગનગોળા વરસાવતા મહત્વના કામ સિવાય લોકો ધરો તેમ જ ઓફિસોની બહાર જવાનું ટાળી રહેલા જાેવા મળ્યા હતા.તેમાય આજે મહત્તમ તાપમાનનો પારો વધીને ૪૦.૪ ડિગ્રી સેન્ટિગ્રેડ પર પહોંચ્યો હતો. જ્યારે લઘુત્તમ તાપમાન પણ વધીને ૨૩.૪ ડિગ્રી સેન્ટિગ્રેડ પર પહોંચ્યો હતો. જાેકે, બપોરના સમયે લૂ લાગે તેવા પવનના કારણે આકરી ગરમીની સીધી અસર માર્ગો પર જાેવા મળી હતી. ઉનાળાની શરૂઆત સાથે ઠેર ઠેર શેરડીના કોલા, છાસ, લસ્સી તેમજ કોલ્ડ્રિંક્સના સ્ટોલ તેમજ હાટડીઓ ખુલી ગઈ છે. ઉનાળાની શરૂઆત સાથે કમાટીબાગ ઝૂ ખાતે પશુ પક્ષીઓને ગરમીમાં રાહત મળે તે માટે પાંજરાની ફરતે ગ્રીન નેટ લગાડવાની સાથે સમયાંતરે પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ હજુ ગરમીનો પારો વધે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. ત્યારે માર્ચ મહિનામાં પારો ૪૦ ડિગ્રી પાર કરી ગયો છે. તો મે મહિનામાં ગરમી ક્યાં પહોંચશે તેની ચિંતા લોકો વ્યક્ત કરી રહ્યા છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સાથે સવારે હવામાં ભેજનું પ્રમાણ ૬૧ ટકા, જે સાંજે ૨૬ ટકા અને હવાનુ દબાણ ૧૦૦૯.૬ મિલિબાર્સ અને પશ્ચિમ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિ કલાકના ૫ કિ.મી. નોંધાઈ હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    મહી નદીના કૂવાની ફિડર લાઇનનું ઇન્ટર લિન્ક અને લીકેજ રિપેરીંગની કામગીરી મોડી રાત્રે પૂર્ણ

    વડોદરા, તા.૨૭વડોદરા કોર્પોરેશન દ્વારા આજે સવારના પાણી વિતરણ બાદ મહીસાગર સ્થિત ફ્રેન્ચ વેલની ફીડર લાઈનના ઈન્ટરલીન્કીંગની કામગીરી રાયકા ગામ અને નંદેસરી ચોકડી પાસે તેમજ દોડકા ગામ ખાતે ફિડર લાઈનના લિકેજ રીપેરીંગની કામગીરી હાથ ધરાઇ હતી. સવારે ૧૦ વાગ્યાથી શરૂ થયેલી કામગીરી ૧૨ કલાક બાદ મોડી રાત્રે પૂર્ણ થતા પમ્પો શરૂ કરીને લાઈન ચાર્જ કરવાની શરૂ કરાઈ હતી. જાેકે, આવતિકાલે સવારે પણ ઓછા પ્રેસરથી અને ઓછો સમય પાણીનું વિતરણ કરાશે. વડોદરા શહેરના મહી નદી સ્થિત ચાર ફ્રેન્ચ કૂવામાંથી મોટા ભાગનું પાણી વિતરણ કરાય છે. આ કુવા પૈકી કોઈપણ એક કૂવામાં તકલીફ સર્જાય ત્યારે પાણીની આવક પર સીધી અસર પડે છે. જેથી કુવાની પાણીની લાઈન ઇન્ટરલિંક કરવાની કામગીરી આજે સવારે પાણી વિતરણ બાદ શરૂ કરાઇ હતી. તેમજ દોડકામ ખાતે પાણીની ફીડર લાઈનમાં લીકેજ રીપેરીંગની કામગીરી પણ કરાઇ હતી. જેના પગલે શહેરના ઉતર, પુર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કારેલીબાગ, નોર્થ હરણી, પુનમનગર, સમા (જુની) ખોડીયારનગર બુસ્ટર, આજવા, પાણીગેટ, નાલંદા, ગાજરાવાડી, એરપોર્ટ બુસ્ટર, વડીવાડી, ગોરવા, સુભાનપુરા, અકોટા, દશામા બુસ્ટર અને કલાલી પાણીની ટાંકી ખાતેથી સાંજના સમયનું પાણી વિતરણ કરાયુ ન હતુ.
    વધુ વાંચો
  • ગુજરાત

    પાલિકાતંત્ર દ્વારા સમા વિસ્તારમાં વિવિધ સ્થળે આવેલાં ૨૦ ઢોરવાડાંને નોટિસ 

    વડોદરા, તા.૨૭ધુળેટીની રાત્રિના શહેરના સમા વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગયેલી ઢોર પાર્ટી પર થયેલા હુમલાની ધટના બાદ એક્શનમાં આવેલા પાલિકા તંત્ર દ્વારા સમા તથા છાણી વિસ્તારમાં આવેલા ઢોરવાડાની મુલાકાત લઈને સમાના અલગ અલગ સ્થળે આવેલા ૨૦ ઢોરવાડાને પરવાનગી મેળવી છે કે કેમ અને ઢોરવાડામાં રાખવામાં આવેલા પશુઓને ટેગીંગ કર્યુ છે કે કેમ તેના પૂરાવા રજૂ કરવા નહી તો ત્રણ દિવસમાં જમીનના પુરાવા તેમજ ઢોરવાડાનો પરવાનો મેળવી લેવા સુચના આપી છે. જાે સમયસર મંજૂરી નહી મેળવાય તો કાર્યવાહી કરવાની સૂચના આપી છે. વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટીની ટીમ ધુળેટીની રાત્રે સમા વિસ્તારમાં ગાયો પકડવા માટે ગઈ હતી. દરમિયાન ગૌપાલકોએ પાલિકાની ટીમ પરહુમલો કર્યો હતો અને ગાયો છોડાવીને લઈ ગયા હતા. આ બનાવમાં ઢોર પાર્ટી પર હુમલો કરનારા ગૌપાલકો સામે સમા પોલીસ મથકે ફરીયાદ નોંધવામાં આવી હતી.ત્યારે હુમલાની ધટના બાદ હવે પાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યુ છે. પાલિકાની ઢોર પાર્ટીની ટીમે સમા વિસ્તારમાં નવરંગપુરા સોસાયટીમાં પાંચ, જાદવ પાર્કમાં ૧૧ અને છાણી કેનાલ રોડ પર આવેલ ગણેશ નગરમાં ચાર જગ્યાએ ઉભા કરાયેલા ઢોરવાડાના માલિકોને તેમના ઢોરવાડાની મંજૂરી તેમજ જગ્યાના પૂરાવા ઉપરાંત પશુઓને ટેગીંગ કરેલુ છે કે કેમ ? તેની વિગતો ત્રણ દિવસમાં રજૂ કરવા અને આ અંગેની માહિતી વોર્ડ કચેરી અને સેનેટરી વિભાગને જાણ કરવા સુચના આપી છે. પાલિકાની ટીમ દ્વારા ૨૦ ઢોરવાડાના માલિકોને મૌખિક સૂચના આપી હતી.જાે જરૂરી લાયસન્સ સહિતના પૂરાવા રજૂ કરવામાં નહી આવે તો આ ઢોરવાડા સામે કાર્યવાહી કરવાની સુચના આપી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં સમા- સાવલી રોડ પર ગાડી ડિવાઇર પર ચઢી

    વડોદરા, તા. ૨૭વડોદરા શહેર ના સમા સાવલી રોડ પર ના મુખ્ય માર્ગ પરથી પસાર થી કાર ના ચાલકે સ્ટિયરિંગ પર નો કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર પર ચડી ગઇ હતી સદનસીબે કોઈ.જાન હાનિ થઈ ન હતી વડોદરા શહેર ના સમા સાવલી રોડ વાહનો ની ચહલ પહલ થી ધમધમતો માર્ગ છે આ માર્ગ પરથી ભારે માત્રામાં.વાહનો.પસાર થતા હોય છે.બપોરની કાળઝાળ ગરમી માં શહેર ના રહેતા વૃધ્ધ.ઘનશ્યામ ભાઈ પટેલ સમાં સાવલી વિસ્તાર માં પોતાની કન્સ્ટ્રકશન સાઈડ ચાલે. જ્યાં તેઓ .પોતાની કાર લઈ ને સમાં સાવલી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા દરમીયાન એકાએક સ્ટિયરિંગ પર નો કાબુ ગુમાવી દેતા કાર મુખ્ય માર્ગ પર ના ડિવાઈડર ચઢી ગઈ હતી..કારની ઝડપ.ધીમી હોવા ના કારણે માર્ગ. પરથી પસાર થતા અન્ય વાહનો સાથે.અકસ્માત ન સર્જાતાં મોટી જાનહાનિ ટળી હતી જ્યારે કાર ચાલક નો આબાદ બચાવ થયો હતો જ્યારે આ ઘટના થી આસપાસ ના લોકો દોડી આવ્યા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    ઢોરપાર્ટી પર હિંસક હુમલો કરી માથાભારે પશુમાલિકો ગાયને છોડાવી ગયાં!!

    વડોદરા, તા. ૨૬શહેરના સમા વિસ્તારમાં ગત રાત્રે રસ્તે રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરી રહેલા કોર્પોરેશનના ઢોરપાર્ટીએ એક ગાયને પકડી હતી. આ દરમિયાન ગાયના માલિકે ત્યાં દોડી આવી ઢોરપાર્ટીના કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી અને તેના ત્રણ સાગરીતો સાથે મળીને ગાયને છોડાવીને ભગાડી મૂક્યા બાદ ઢોરપાર્ટીના કર્મચારીઓ અને સરકારી વાહન પર પથ્થરમારો કરી વાહનની તોડફોડ કરી હતી. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા ત્રણ કર્મચારીઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચાર હુમલાખોરો પૈકીના એકને આજે બપોરે ઝડપી પાડ્યો હતો. કોર્પોરેશનના ઢોરપાર્ટીના ઈન્સ્પેક્ટર સિમોનભાઈ ખ્રિસ્તી ગત રાત્રે ઢોર પાર્ટીના સુપરવાઈઝર આશિકભાઈ શબ્બીરભાઈ તેમજ ઢોર પાર્ટીના સિક્યુરિટી સ્ટાફના રૂપેશ જીતેન્દ્ર ખેડકર અને માનવ ગણેશભાઈ લોખંડે અને પોલીસ સાથે પોલીસ ભવનથી બે ટાટા યોધ્ધા ગાડી અને ઢોર મુકવાના એક ટ્રેક્ટર સહિતના વાહનો લઈને રસ્તે રખડતાં ઢોર પકડવાની કામગીરી માટે નીકળ્યાં હતા. તેઓએ રાત્રે પોણા અગિયાર વાગ્યાના અરસામાં સમા વિસ્તારમાં સુહાસ ચારરસ્તા પાસે એક ગાયને પકડી હતી. આ દરમિયાન ત્યાં હાજર ગાયનો માલિક રોહિત રણછોડ ભરવાડ(ખોડિયારનગર, સમા)એ ઉશ્કેરાઈને ઢોરપાર્ટી અને પોલીસ સાથે ઝઘડો કરીને જાણ કર્યા વિના કેમ ગાય પકડો છો? તેમ કહી ઝપાઝપી કરીને ગાયને છોડાવી દીધી હતી. ત્યારબાદ તેને ફોન કરતા ખોડિયારનગરમાં રહેતા વિપુલ રાઠવા, ભાવેશ કરમશી રબારી અને લાલો બોળિયા સહિત સાતથી આઠ પશુમાલિકો ત્યાં દોડી આવ્યા હતા અને ટોળાએ ઢોરપાર્ટીના સ્ટાફને અપશબ્દો બોલી ઝપાઝપી કરી હતી અને વિપુલ રાઠવાએ સરકારી ટાટા યોધ્ધા પર રસ્તા પર પડેલો બ્લોક મારીને આગળના કાચ તોડી નાખ્યો હતો જયારે પુશમાલિકનો ટોળાએ ઢોરપાર્ટી પર પથ્થરમારો કર્યો હતો. આ બનાવના પગલે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા અને પથ્થરમારામાં ઢોરપાર્ટીના રૂપેશ ખેડકર, આશિક શેખ અને માનવ લોંખેડને ઈજાઓ પહોંચતા તમામને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની સિમોનભાઈની ફરિયાદના પગલે સમા પોલીસે રોહિત ભરવાડ સહિત ઓળખાયેલા ચાર હુમલાખોર પશુમાલિકો સામે ગુનો નોંધી તે પૈકીના ભાવેશ રબારીને આજે બપોરે ઝડપી પાડ્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    અલવા ગામે સ્ટેટ મોનિટરીંગ સેલને બૂટલેગરે ઘરમાં પૂરી દીધાં,પોલીસે છોડાવ્યા!!

    વડોદરા, તા.૨૬જિલ્લાના વાઘોડિયા તાલુકામાં બૂટલેગરો બેફામ બન્યા છે. થોડા મહિના અગાઉ ડભાઇના શંકરપુરામાં એલસીબીના કોન્ટેબલ પર કરાયેલાં હુમલાની ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં ફરી એકવાર વાઘોડિયાના અલવા ગામે ખાખીનો ખૌફ ભૂલેલા બૂટલેગરે રેડ કરવા આવેલ સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારી અને તેની સાથે આવેલ પંચોને ઘરના પૂરી દેતાં ચકચાર મચી ગઈ છે. અલવા ગામે ઘુળેટીના પર્વ પર ગામના તળાવ પાસેના મહાદેવ મંદિર નજીક કરિયાણા સહિત વિદેશી દારૂનો ખુલ્લેઆમ ધંધો કરતો જગો ઊર્ફે જગદિશ શનાભાઈ પરમારને ત્યાં એસએમસીએ બાતમીના આધારે રેડ કરી હતી. તપાસ દરમિયાન એક્ટિવાની ડેકીમાં સંતાડી રાખેલાં બીઅર તેમજ વિદેશી દારૂ ગ્રાહકોને આપતાં પોલીસેે રંગે હાથ પકડ્યો હતો. ત્યાર બાદ વિદેશી દારૂનો જથ્થો પકડવા જગાને લઈ તેના ઘરે પહોંચેલી પોલીસને જાેઈ ગ્રામજનો ટોળે વળ્યાં હતા અને બૂટલેગરના ઈશારે ગામલોકોએ હલ્લાબોલ કરી પોલીસને ઘેરી ઘરમાં પૂરી દીધાં હતા. જાેકે ગામમાં ચર્ચાતી વાતો મુજબ બુટલેગર સાથે સ્ટેટ મોનિટરીંગ સેલે બળ પ્રયોગ વાપરી ઝપ્પાઝપી કરતાં બૂટલેગરને હાથના કાંડાના ભાગે અને પગના ભાગે ઈજા થતાં ગ્રામજનો ઉશ્કેરાયાં હતા ને સ્ટેટ મોનિટરીંગ સેલ સહિત આવેલ અન્ય કર્મચારીઓ સાથે બબ્બે હાથ કર્યા બાદ ઘરમાં પૂરી દીધાં હતાં! લોકમુખે ચર્ચા વહેતી થતાં ચકચાર મચી ગઈ હતી.એટલું જ નહિ પોલીસને ઘરમાં પૂરી દઈ સંતાડેલો દારૂનો જથ્થો બૂટલેગરના સાગરીતોએ સગેવગે કર્યો હોવાની ચર્ચા ચોરેને ચૌટે ચાલી હતી.બીજી તરફ સ્ટેટ મોનિટરીંગ સેલની મદદે જિલ્લા પોલીસ, એલસીબી, પેરોલ ફર્લો સ્ક્વોડ સહિત સ્થાનિક પોલીસના ઘાડેઘાડા ગામમાં પહોંચ્યા હતા. પોલીસના ધાડા જાેતાં ગામમાં સન્નાટો વ્યાપી ગયો હતો. બીજી તરફ પોલીસની મદદ લઈ બૂટલેગરને વાઘોડિયા પોલીસ મથકે લાવ્યા બાદ પ્રથમ સારવાર કરાવી બાદમાં તેની સામે કાયકેસરની કાર્યવાહી હાથ ઘરી હતી. પોલીસે દારૂના જથ્થા સહિત રૂ.૩૧,૨૭૦નો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાેકે, પી. આર. જાડેજાએ મામલોને વાળી લેતાં જણાવ્યું હતું કે, ગામલોકોએ સિવિલ ડ્રેસમાં પહોંચેલી પોલીસને નકલી પોલીસ સમજી બેઠાં હતા. કોઈ કે પોલીસ પર હુમલાની અફવા ફેલાવી છે. ગેરસમજના કારણે તાલુકામાં પોલીસને માર માર્યાની વાત વહેતી થઈ હતી. સ્ટેટ મોનિટરીંગ સેલના છટકામાંથી બૂટલેગર ભાગવા જતાં પડી ગયો હતો, એટલે ઈજા પહોંચી હતી. ટેકનિકલનો જમાનો છે,એટલે લોકોએ ટોળાનો વિડીયો બનાવ્યો હોય, કોઈ હુમલાની ઘટના નથી બની.
    વધુ વાંચો

રાષ્ટ્રીય સમાચાર

રાજકીય સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

બિઝનેસ

રમત ગમત


રાશી ફળ

ટેલિવુડ


ફૂડ એન્ડ રેસિપી


અજબ ગજબ


બૉલીવુડ