ગાંધીનગર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે નિયુક્ત થયા બાદ જગદીશ ઠાકોરે પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. પદભાર સંભાળતાની સાથે તેમણે તેમની શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. પદભાર સંભાળ્યા બાદ જાહેર સભાનો કાર્યક્રમ યોજ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં જગદીશ ઠાકોર તેમના આક્રમક રૂપમાં જાેવા મળ્યા હતા. પોતાના પ્રવચન દરમિયાન તેમણે દરેક બાબતમાં ભાજપને આડે હાથ લેતા જાેવા મળ્યા હતા. જયારે કોંગ્રેસમાં તમામ કાર્યકરો, આગેવાનો અને નેતાઓ એકજૂથ હોય તેવું ચિત્ર ઉભું કરતા જાેવા મળ્યા હતા.ઠાકોરે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના મોવડીમંડળે પ્રમુખ તરીકેની મને જવાબદારી સોંપી છે. તેનું મને ગૌરવ છે, હું ગુજરાતી અને કોંગ્રેસી છું. કોંગ્રેસની વિચારધારાને વરેલો છું. કોંગ્રેસમાં એકતા છે. જયારે ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપે તેની વિજય રૂપાણીની આખેઆખી સરકાર બદલી નાખી છે, તેમાંથી પડતા મુકાયેલા એકઠાં થયા હોય તેવો એક ફોટો તો બતાવો. અમે પાંચ પાંડવોવાળા છીએ ૧૦૦ કૌરવોવાળા નથી. કોંગ્રેસની પ્રાથમિકતા ખેડૂતો અને ૫૦ લાખ બેરોજગાર છે. કોંગ્રેસની સરકાર લાવીને પહેલી જ કેબિનેટની બેઠકમાં જ લીલીપેનથી સહી કરીને ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની વરણીની સાથે જ હવે મ્યુનિ. વિપક્ષ નેતા પદનું કોકડું ઉકેલાશે

અમદાવાદ છેલ્લા ઘણા વખતથી ચાલી રહેલી અટકળોનો છેવટે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા ની નિયુક્તિ થતાં અંત આવ્યો છે હવે આઠ મહિનાથી દ્બેહૈ કોંગ્રેસ પક્ષના નેતા નું કોકડું ગૂંચવાયેલું હતું તેનુ નિરાકરણ આવવાની શક્યતા જાેવાઇ રહી છે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની નિમણૂક થતા જ કોંગી કોર્પોરેટરો માં શરૂ થઈ ગયો છે મ્યુનિ કોંગ્રેસ પક્ષના નેતા પદના દાવેદારો પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ને શુભેચ્છા આપવાને બહાને માથું ટેકવા દોડાદોડી કરી રહ્યા છે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોર તથા વિધાનસભા વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવા ની સત્તાવાર જાહેરાત થઇ છે અને જગદીશ ઠાકોરે સત્તાના સૂત્રો સંભાળ્યા લીધા છે હવે યુનિ વિરોધ પક્ષના નેતાની પસંદગી નો મુદ્દો હાથ ધરવામાં આવશે .સૂત્રોએ વધુમાં જણાવ્યું કે મ્યુનિ કોંગ્રેસ પક્ષ નેતા પદ માટે પણ શહેરના ચાર ધારાસભ્યોના જૂથ પોતાના સમર્થકો એવા કોર્પોરેટરો માટે લોબિંગ કરી રહ્યા છે અને તેના લીધે મ્યુનિ.ની ચૂંટણી ના પરિણામ બાદ આઠ મહિના સુધી દ્બેહૈ કોંગ્રેસ પક્ષ નેતા તરીકે કોઈ ચોક્કસ નામ નક્કી કરી શક્યું નથી તેમાં શાસક ભાજપ અને વહીવટી તંત્રની મ્યુનિ.ના કરોડોના અનેક વિવાદાસ્પદ કામો કોંગ્રેસના વિરોધ ની ગેરહાજરી માં મંજૂર થઈ ગયા છે જાેકે હવે પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતાની વરણી થઇ જતા દ્બેહૈ કોંગ્રેસ નેતાની પસંદગી નો માર્ગ મોકળો થઈ ગયો છે જેમાં દ્બેહૈ કોંગ્રેસ પક્ષ નેતાપદ માટે કમળાબેન ચાવડા રાજેશ્રીબેન કેસરી સહેજાદ ખાન પઠાણ ઇકબાલ શેખ અને નિરવ બક્ષી ટ્ઠદ્બ૫ કોર્પોરેટરો સ્પર્ધામાં છે. હવે આગામી સપ્તાહમાં દ્બેહૈ વિરોધ પક્ષના નેતાની વરણી થઇ જાય તે માટે દાવેદાર કોર્પોરેટરો અને તેમના સમર્થકોએ અત્યારથી જ દોડાદોડી શરૂ કરી દીધી છે આગામી દિવસોમાં બધા દાવેદારોને તેમ જ કોર્પોરેટરોની બોલાવીને તેમની રજૂઆતો સાંભળવામાં આવશે.