મુંબઈ-

કોરોના કાળમાં ઘણા લાંબા સમય સુધી થિયેટરો બંધ રહ્યા બાદ હવે ખુલ્યા છે ત્યારે અનેક ફિલ્મોને લઈને જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે હવે જાેન અબ્રાહમ અને ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘મુંબઈ સાગા’ને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ ૧૯ માર્ચે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. સિનેમા ફરી ખુલતા હવે મોટા પડદા પર રિલીઝ થનારી આ પહેલી મોટી એક્શન ફિલ્મ છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ થિયેટરોમાં દર્શકોને દરેક પ્રકારનું મનોરંજન પૂરુ પાડશે અને લોકોને આ ફિલ્મ ખુબ જ પસંદ આવશે. અભિનેતા જાેન અબ્રાહમે રિલીઝની તારીખની જાહેરાત સાથે ફિલ્મનું પ્રમોશન પણ શરૂ કરી દીધું છે. મુંબઈ સાગાની રિલીઝ ડેટની જાહેરાત એક ટીઝરની સાથે કરવામાં આવી હતી.

જાેન અબ્રાહમે બે નવા પોસ્ટર બહાર પાડીને ફિલ્મનું ટ્રેલર બહાર પાડ્યું છે. એક પોસ્ટરમાં જાેનનો લુક દર્શાવવામાં આવ્યો હતો, જ્યારે બીજા પોસ્ટરમાં પોલીસ અધિકારી તરીકે ઈમરાન હાશ્મી દર્શાવવામાં આવ્યો હતા. જાેને પોસ્ટરો સાથે લખ્યું છે – એક જે કોઈપણ કિંમતે શાસન કરવા માંગે છે અને એક એ છે જે તેને કોઈપણ સંજાેગોમાં રોકવા માંગે છે. મુંબઈ સાગા ગેંગસ્ટર જાેન અને પોલીસ અધિકારી ઇમરાન વચ્ચેના મુકાબલાની વાર્તા છે. ફિલ્મનું પહેલું ગીત શોર માચેગા પણ રિલીઝ થવાની તૈયારીમાં છે.

તેને યો યો હની સિંગે બનાવ્યું છે. હનીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું કે ગીત ૨૮ ફેબ્રુઆરીએ આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, મુંબઈ સાગાનું નિર્દેશન સંજય ગુપ્તાએ કર્યું છે. આ ફિલ્મમાં જાેન અને ઇમરાન સિવાય કાજલ અગ્રવાલ, સુનીલ શેટ્ટી, રોહિત રોય, મહેશ માંજરેકર, ગુલશન ગ્રોવર, અમોલ ગુપ્તે, અંજના સુખાની પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જાેવા મળશે. મુંબઈ સાગા વાર્તા બોમ્બેના પરિવર્તનને દર્શાવે છે. ૧૯ માર્ચે મુંબઇ સાગા બોક્સ ઓફિસ પર અર્જુન કપૂર અને પરિણીતી ચોપરાની ફિલ્મ સંદિપ અને પિંકી ફરાર સાથે ટકરાશે.