વડોદરા

વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત સરસ્વતી ફાર્મમાં આગમપ્રજ્ઞ જમ્બુવિજય મ.સા.ના શિષ્ય આ.પુંડરીકસૂરિ મ.સા.ની ગુરુગૌતમની પંચમસૂરિ મંત્ર પીઠીકાની પૂર્ણાહૂતિ થશે અને ભવ્ય પારણાં મહોત્સવ પ્રેમિલાબેન કાંતિલાલ શાહ પરિવાર દ્વારા યોજાશે.

સૂરિમંત્રની પીઠીકા અંગે માહિતી આપતાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે, વડોદરામાં કોરોના મહાામારી વચ્ચે એકમાત્ર સૂરમંત્ર પીઠીકાની પૂર્ણાહૂતિનું આયોજન થયું છે. આ પીઠીકાની શરૂઆત નવરાત્રિના પ્રથમ દિવસથી શરદપૂનમ સુધી ૧૬ દિવસની મૌન સાધના હોય છે જેમાં વિશિષ્ટ અનુષ્ઠાન હોય છે. જેમાં મ.સા. કોઈને મળતા હોતા નથી. આજે પૂર્ણાહૂતિ નિમિત્તે શ્રી ગૌતમસ્વામીનું પૂજનમાં ફળ ૧૦૫૧, ફૂલ ૧૦૫૧, મીઠાઈ ૧૦૫૧, નાગરવેલના પાન ૧૦૫૧ અને નવગ્રહ દશ દિફપાલ પૂજન થશે. આ વિશેષ અનુષ્ઠાનમાં પંન્યાસ ધર્મઘોષવિજય મ.સા. પૂ.મુનિ મહાવિદેહ વિજય મ.સા. અને વડોદરાના વયોવૃદ્ધ પૂ.મુનિ હિમવંતવિજય મ.સા. (સંસારી આશકરણજી જૈન જે ગુજરાતના ગૌરક્ષા સમિતિના અધ્યક્ષ હતા અને વડોદરામાં બધા જૈન સંઘોને એક કરી ફેડરેશનની સ્થાપના કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે મુનિ હિમવંતવિજયજી મ.સા. (આશકરણજી જૈન)ની ૬૯મી વર્ધમાન તપની ઓળીનું પારણું યોજાશે અને સૌથી નાની વયના બાલમુનિ કીર્તિધર્મવિજયજી મ.સા.ની ર૮મી ઓળીનું પારણું પણ યોજાશે. ભાગ લઈ શકશે જે પૂજન આજે સવારે ૪.૩૦ વાગે શરૂ થઈ સાંજે ૪.૩૦ વાગે ૧૨ કલાકે પૂર્ણ થશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ સૂરિમંત્ર પીઠીકા પૂર્ણાહૂતિ પ્રસંગે પ.પૂ. સાધ્વીજી સૂર્યપ્રભાશ્રીજી, જિનેન્દ્રપ્રભાશ્રીજી, આત્મદર્શનાશ્રીજી, મૈત્રીપૂર્ણશ્રીજી અને પૂર્ણધર્માશ્રીજી મ.સા. પીપળિયાથી ખાસ પધારશે.