ભારતમાં તીડના હુમલા પર ટવીટ કરી ટ્રોલ થયેલી પૂર્વ અભિનેત્રી જાયરા વસીમે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. વિદેશી પત્રકાર તારિક ફતેહની એક ટવીટ  પર જવાબ આપતા જાયરાએ જણાવ્યું કે મારી વાતોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. જા કે, તારિક ફતેહએ જાયરા વસીમની તે ટવીટ પર  પ્રતક્રિયા આપી જેમાં તેમણે તીડના હુમલા માટે લોકોને જવાબદાર ઠેરવ્યા હતા. તારિક ફતેહે પોતાની પોસ્ટમાં લખ્યું- ભારતીય મુસ્લિમ અભિનેત્રી જાયરા વસીમ અલ્લાહના પ્રકોપનો શિકાર થયા પછી પોતાના જ દેશવાસીઓની મઝાક ઉડાવે છે. આ રીતે તેમણે તીડના ઝૂંડની વ્યાખ્યા કરી છે. તારિક ફતેહના ટવીટ  ના જવાબમાં જાયરાએ એક લાંબી નોટ લખી છે. જાયરાએ જણાવ્યું કે , મેં કોઈ દિવસ તે વાતનો દાવો કર્યો નથી કે ઘણા રાજ્યોમાં તીડનો હુમલો ઈશ્વરના ક્રોધનો સંકેત હતો. કોઈ પણ જમીન પર અલ્લાહનો ક્રોધ અથવા તો અભિશાપ દર્શાવીને તેના પર નિવેદન આપવું ધાર્મિક રૂપથી ગેરકાયદેસર અને પાપ છે. જાયરાએ લખ્યું કે, મારી ટવીટ નું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. કોઈ પણ અભિપ્રાય, ભલે પછી તે સારો કે ખરાબ, મારા ઈરાદાની વાસ્તવિકતાની સચ્ચાઈને પ્રગટ કરે છે. આ મારા અને મારા રબની વચ્ચેનો મામલો છે અને તેમને હું સમજાવવા જઈ રહી નથી. હું માત્ર અલ્લાહ પ્રત્યે બંધાયેલી છું. દુનિયા હાલ કઠિન પરિÂસ્થતિ, નફરત અને કટ્ટરતાના સમયમાંથી પ્રસાર થઈ રહી છે.