શ્રીનગર-

જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ ડીડીસી ચૂંટણી માટેનું અંતિમ તબક્કાનું મતદાન સવારે 7 કલાકથી શરુ થયું છે. અંતિમ તબક્કાના મતદાનમાં 46 મહિલાઓ સહિત કુલ 163 ઉમેદવારોના ભાવિનો ફેસલો 6.30 લાખથી વધુ મતદાતાઓના હાથમાં હશે. આ સિવાય 28 ડીસીસી વિસ્તારોમાં પંચાયતની પેટચુંટણી હેઠળ પંચોની 285 અને સરપંચોની 84 સીટો પર પણ મતદાન થઈ રહ્યું છે. સંવાદદાતા સંવેલનમાં રાજ્ય ચૂંટણી અધિકારી કે.કે શર્માએ જણાવ્યું કે, ડીડીસીના 28માં 13 કાશ્મીર વિભાગમાં જ્યારે 15 જમ્મૂ વિભાગમાં છે. તેમણે જણાવ્યું કે, કુલ 168 ઉમેદવારોમાંથી 31 મહિલાઓ સહિત 83 ઉમેદવારો કાશ્મીર છે. જ્યારે 15 મહિલાઓ સહિત જમ્મુમાં કુલ 85 ઉમેદવારો છે. 1,703 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. જ્યાં 6,30,443 મતદારો મતદાન કરશે. જમ્મુ-કાશ્મીરમાં ડીડીસી ચૂંટણી માટેનું આઠમાં અને અંતિમ તબક્કા માટેનું મતદાન શરુ છે. આજે જમ્મુમાં 15 સીટો અને કાશ્મીરમાં 13 સીટો પર મતદાન થઈ રહ્યું છે.