શ્રીનગર-


મેહબૂબા મુફ્તિ વધુ ત્રણ મહિના નજરકેદ રહેશે


જમ્મુ કાશ્મીર પીપલ્સ કાૅગ્રેસના અધ્યક્ષ સજ્જાદ લોનેને પ્રશાસને એક વર્ષ બાદ આજે મુક્ત કર્યા છે. મોદી સરકારે ગત વર્ષે પાંચ ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવાની જાહેરાત કરી હતી, તેની સાથે જ જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચવાનો ર્નિણય કર્યો છે. તેને ધ્યાનમાં રાખી નેતાઓની અટકાયત અને નજરકેદ કરવામાં આવ્યા હતા, હવે સજ્જાદ લોનને મુક્ત કરવામાં આવ્યા છે. 

મુક્ત થયા બાદ સજ્જાને ટિ્‌વટર પર લખ્યું, “છેવટે એક વર્ષ પૂરા થવાના પાંચ દિવસ પહેલ મને જણાવવામાં આવ્યું કે હું મુક્ત છું. કેટલું બધુ બદલાઈ ગયું છે. હું પણ બદલાઈ ગયો. જેલનો આ નવો અનુભવ નહોતો. પરંતુ પહેલાનો શારીરિક ત્રાસવાળો હતો, આ માનસિક રીતે થકવનારું હતું . ”

લોનની મુક્તિ બાદ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કાૅન્ફ્રેન્સ નેતા ઉમર અબ્દુલ્લાએ ટ્‌વીટ કરીને કહ્યું, “સાંભળીને સારુ લાગ્યું કે, સજ્જાદ લોનને ગેરકાયદેસર નજરકેદમાંથી મુક્ત કરવામં આવ્યા છે. આશા છે કે, આ રીતે ગેરકાયદેસર નજરકેદ માંથી અન્ય લોકોને પણ મુક્ત કરવામાં આવે.”

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની નજરકેદની સજા વધારવામાં આવી છે. મહેબૂબા મુફ્તી આગામી ૩ સુધી નજરબંધ રહેશે. મુફ્તી ગત વર્ષે જમ્મુ કાશ્મીરમાં ૩૭૦ હટાવ્યા બાદ નજરકેદમાં જ છે.