શ્રીનગર,

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો છે. તેમાં CRPF 179 બટાલિયનના બે જવાન શહીદ થયા છે, જ્યારે ગોળી વાગવાથી એક નાગરિકનું પણ મોત થયું છે. મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ ઘાત લગાવીને પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો છે. બુધવાર સવારે CRPFની એક પાર્ટી પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન રેબન વિસ્તારમાં CRPF પાર્ટી પર અચાનક ફાયરિંગ થવા લાગ્યું. ભારતીય જવાનો પણ વળતો જવાબ આપી રહ્યા છે. અત્યાર સુધી બે જવાનો શહીદ થયાના અહેવાલ મળી રહ્યા છે.

સોપારના મૉડલ ટાઉનમાં આતંકવાદીઓએ સીઆરપીએફની પેટ્રોલિંગ કરતી પાર્ટી પર હુમલો કર્યો છે. આ હુમલામાં 4 સીઆરપીએફ જવાન સહિત એક નાગરિક ગંભીર રીતે ઘાયલ થયા છે.આતંકી દ્વારા કરવામાં આવેલા હુમલામાં CRPF (Central Reserve Police Force)ના 4 જવાન ઘાયલ થયાં છે, તો એક નાગરિક પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘાયલ જવાન અને નાગરિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.જે વિસ્તારમાં હુમલો થયો તેને ચોતરફ ઘેરી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.