અમદાવાદ-

જામનગરમાં જીજી હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી. ICUમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી જો કે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને કામગીરી શરુ કરી હતી.

કોરોનાકાળમાં ગુજરાતની બીજી હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. જામનગરની પ્રખ્યાત જી.જી હોસ્પિટલના આઈસીયુમાં આગ ફાટી નીકળી છે. જીજી હોસ્પિટલના ઇકો ICU વિભાગમાં ભીષણ આગ ફાટી નીકળી છે. ICU માં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા હોસ્પિટલમાં ચારેતરફ ફરી વળ્યા હતા. જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો હાથ ધરાયા છે. તો સ્થાનિક સ્ટાફ દ્વારા પણ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો ચાલુ છે. જોકે, આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. આઈસીયુના ઈકો મશીનમાં શોર્ટ સર્કિટ થયું હતું, જેથી આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગવાથી સંખ્યાબંધ દર્દીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. જેથી ભારે અફરાતફરી સર્જાઈ હતી. દર્દીઓને હાથમાં ઉંચકીને બહાર લઈ જવાયા હતા. તો આઈસીયુમાંથી ધુમાડા બહાર નીકળતા દેખાયા હતા.