જામનગર-

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં જામનગર સ્થિત આયુર્વેદ સ્થિત અધ્યાપન અને સંશોધન સંસ્થાને રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ સંસ્થા તરીકે સ્થાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશભરમાં આયુર્વેદ ફાર્મસી ક્ષેત્રે મેડિસિન પ્લાન તેમજ રિસર્ચ જનરલ બાબતે પ્રથમ એવી જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે જે જામનગરવાસીઓ માટે ખૂબ જ સન્માનજનક બાબત છે. જામનગરની ઇન્સ્ટિટયૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ, ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય અને ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદ ફાર્મસી આ ત્રણેય સંસ્થાઓને રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયુ છે.

આ ઉપરાંત WHO સાથે કોલ ઓપરેશન સેન્ટર સ્થાપવામાં પણ જામનગર આયુર્વેદ યુનિવર્સિટી એકમાત્ર સંસ્થા છે.  આ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. આ સન્માન વડે આયુર્વેદ યુનિવર્સિટી અનેક સિદ્ધિઓ હાંસલ કરી શકશે. જામનગરની આયુર્વેદ સંસ્થાઓને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપતો ખરડો સંસદના બન્ને સદનમાં પસાર થયા બાદ જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. જે જામનગરવાસીઓ માટે ખૂબ જ સન્માનજનક બાબત છે.