જામનગર-

જામનગરમાં કોરોનાએ કાળો કેર સર્જયો છે. ગઈકાલે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ૮ કમભાગી દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે ૮૭ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ૧૭ દર્દીઓએ કોરોનાને મહાત આપી છે.

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાએ ભારે કહેર વર્તાવ્યો છે, જેમાં ગઇકાલે કોરોનાનો વિકરાળ પંજો પડ્યો છે. શહેર ૮૧ અને ગ્રામ્ય વિસ્તાર ના ૬ મળી એકી સાથે ૮૭ દર્દીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં જામનગર જિલ્લામાં એક દિવસ ના સૌથી વધુ કેસ નો રેકોર્ડ થયો છે, ઉપરાંત જી જી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ ૬ દર્દીઓ ના કોરોના ના કારણે મૃત્યુ નિપજયા છે. ઉપરાંત ૧૭ દર્દીઓ સાજા થઇ જતાં જીજી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જામનગર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો ૧,૫૭૩ નો થયો છે. જામનગરમાં કોરોના એ ભારે તાંડવ મચાવ્યો છે, ગઇકાલે વધુ ૬ દર્દીઓના જીજી હોસ્પિટલના બિછાને મૃત્યુ નીપજ્યા છે.