જામનગર -

જામનગર એસ.પી.શ્વેતા શ્રીમાળીની બદલી થયા બાદ જામનગર એસ.પી.નો ચાર્જ આજે દીપેન ભદ્રને વિધિવત સંભાળ્યો છે, ભદ્રને આવતાની સાથે જ જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જીલ્લાની પરિસ્થિતિ વિશેનો પ્રાથમિક તાગ મેળવ્યો હતો, સરકારની ગુડબુકમાં રહેલા બાહોશ અને કડક અધિકારીની છાપ ધરાવતા ભદ્રને હવે જામનગરની કમાન સંભાળી છે. જામનગર જીલ્લાના નવા એસ.પી. તરીકે આઇપીએસ અધિકારી દીપેન ભદ્રને ચાર્જ સંભાળ્યો. જામનગરના તત્કાલીન એસ.પી. શ્વેતા શ્રીમાળી સહિતના અધિકારીઓ દ્વારા સલામી આપી સ્વાગત કરાયું. જામનગરના જિલ્લા પોલીસ વડા શ્વેતા શ્રીમાળીની ચેલા સેક્ટર-૧૭ ના એસપી તરીકે બદલી કરાયા પછી અને તેમના સ્થાને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના ક્રાઈમ બ્રાન્ચ વિભાગમાં ફરજ બજાવતા આઇપીએસ અધિકારી દીપેન ભદ્રન ની જામનગર એસપી તરીકે ચાર્જ સંભાળ્યો છે.