જામનગર-

ઇવા પાર્કમાં ચાર દિવસ પહેલાં બિલ્ડર પર ફાયરિંગ કરનાર આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યા હતા. તમામ આરોપીઓ જામનગરના જ રહીશ હોવાનું બહાર આવ્યું છે. જામનગરનો ભૂમાફિયા જયેશ પટેલ છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ છે. તે વિદેશમાં રહી પોતાના નાપાક મનસૂબાઓ જામનગરમાં પાર પાડી રહ્યો છે. ભૂમાફિયા જયેશ પટેલે ઇવા પાર્કમાં જૂની અદાવતમાં ફાયરિંગ કરાવ્યું હતું. ફાયરિંગનો મુખ્ય માસ્ટર માઈન્ડ જયેશ પટેલ અને જયસુખ પેઢડિયા વચ્ચે જૂનો ડખો પણ હતો. વિદેશમાં રહી વોટ્સએપ કોલના માધ્યમથી અવારનવાર જયેશ પટેલ ધમકી આપતો હતો.. જોકે ફાયરિંગનો ભોગ બનેલા જયસુખ પટેલ એ અગાઉ જયેશ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. ફાયરિંગ પ્રકરણમાં જામનગર પોલીસે સાત જેટલા શખ્સોને ઝડપી પાડયા હતા. જોકે જયેશ પટેલ સહિતના કુલ આઠ ફરાર છે. જેમાં મયુર આલાભાઇ હાથલીયા, દીપ હરજીભાઇ હડીયા, સુનીલ ખીમાભાઇ કણઝારીયા, સુનીલ ઉર્ફે જાંબુ દેવશી નકુમ, કરણ ઉર્ફે કારો ભીખાભાઇ કેસરીયો, ભીમશી ગોવાભાઇ કરમુર, સંધષિત કિશોરનો સમાવેશ થાય છે.