જામનગર-

સૌરાષ્ટ્ર-કચ્છના બાળકોને સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે સુમેરુ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા અવાર નવાર સ્પોર્ટ્સને લગતા કાર્યક્રમ યોજવામાં આવે છે. આમ તો જામનગરને ક્રિકેટનું મક્કા કહેવામાં આવે છે. ભારતીય ટીમમાં અનેક ક્રિકેટરો જામનગરે આપ્યા છે. જોકે, બાળકોમાં હવે ફૂટબોલ અને બેડમિન્ટનનો ક્રેઝ જોવા મળી રહ્યો અને સૌરાષ્ટ્ર કચ્છના બાળકો બેડમિન્ટનમાં રાષ્ટ્રીય કક્ષાએ રમે તે માટે સુમેરૂ સ્પોર્ટ્સ કલબ દ્વારા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. જામનગરમાં આવેલા સુમેરૂ સ્પોર્ટ્સ ક્લબ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી એટલે કે બુધવારથી શરૂ થયેલી આ ટૂર્નામેન્ટ 28 તારીખ સુધી ચાલશે. અહીં વિજેતા બાળકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટના માધ્યમથી રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવાની નેમ મૂકવામાં આવી છે. જામનગરમાં આમ તો ક્રિકેટનો ક્રેઝ વધુ છે. જો કહેવાય ફૂટબોલ તેમ જ બેડમિન્ટનમાં પણ નેશનલ કક્ષાની પ્લેયર તૈયાર કરવા માટેની સુમેરૂ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા એક પ્લેટફોર્મ પૂરૂં પાડવામાં આવ્યું છે.