નવી દિલ્હી

આ વર્ષે દેશવાસીઓને બે પરેડ જોવા મળશે. દિલ્હીમાં ૨૬ જાન્યુઆરીએ કિસાન તિરંગા પરેડનું ખેડૂતો આયોજન કરી રહ્યાં છે. પરેડમાં સામેલ થવા દેશભરમાંથી ખેડૂતો દિલ્હી પહોચી રહ્યાં છે પરંતુ ઉતરાખંડમાંથી વધુને વધુ ખેડૂતો દિલ્હી ખાતે યોજાનારી પરેડમા સામેલ થવા નીકળી ચુક્યા છે. ખેડૂતો ટ્રેકટર અને ટ્રોલી લઈને પોતાની ખાનગી કાર લઈને દિલ્હી તરફ આવી રહ્યાં છે.

જાસપુરના ધારાસભ્ય આદેશ ચૌહાણ પણ ખેડૂતો સાથે દિલ્હી માટે રવાના થયા છે. જસપુરથી અત્યાર સુધીમાં ૭૦ ટ્રેકટર દિલ્હી માટે રવાના થઈ ચુક્યા છે. ભારતીય ખેડૂત યુનિયનના જીલ્લા અધ્યક્ષેકહયું હતું કે નાની નાની ટુકડીઓ બનાવીને મોકલવામાં આવી રહ્યાં છે. તેમને કહયું હતું કે આજે ૧૦૦થી વધુ ટ્રેકટરોમાં ખેડૂતોને મોકલવાનું લક્ષ્‍ય છે. 

કાશીપુરથી ૪૦થી વધુ ટ્રેકટર અને ૩૦થી વધુ કારનો કાફલો દિલ્હી માટે રવાના થયો છે. જ્યારે ૨૦૦ ખેડૂતો ટ્રેકટર માર્ચમાં સામેલ થશે. કિસાન તિરંગા પરેડમા જ સામેલ થવા ખેડૂતો જઈ રહ્યાં છે. ઉતરાખંડ બંધારણ અધિકાર સરક્ષણ મંચણા પ્રદેશ સંયોજક દૌલાત કુંવરે સ્થાનિક મીડિયાને કહયું હતું કે કેન્દ્ર સરકાર ખેડૂતોણી માગને સાંભળી રહી નથી. જેના વિરોધમાં હાલમાં સહસપૂર, વિકાસનગર અને ચકરાતા વિધાનસભા ક્ષેત્રણા ૩૭૩ ખેડૂત મચણા બેનર હેઠળ દિલ્હી ગાજીપુર બોર્ડર ઉપર પ્રદર્શન કરશે. ૨૪ જાન્યુઆરીએ મોટી સંખ્યામાં ક્ષેત્રણા અન્ય ખેડૂતો પણ ટ્રેકટર રેલીમાં સામેલ થવા માટે રવાના થયા છે.