મુંબઇ

બોલિવૂડ અભિનેત્રીઓ સારા અલી ખાન અને જાન્હવી કપૂર તેમની ફિટનેસમાં ખૂબ જ સક્રિય હોય છે. બંને અભિનેત્રીઓ ઘણીવાર તેમના જીમની બહાર પણ જોવા મળે છે અને તેમના વર્કઆઉટ સત્રોના વીડિયો અને ફોટા પણ શેર કરે છે.જાન્હવી અને સારાનો એક વીડિયો ટ્રેનર નમ્રતા પુરોહિતની સાથે સામે આવ્યો છે. સારાએ આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જેમાં તે બંને પગ ઉભા કરવા, કિક બેક, સ્ક્વોટ્‌સ અને ઘણી બધી કસરતો કરતી જોવા મળે છે.