જામનગર-

જામનગરમાં કોરોનાના વધતા કેસને ધ્યાને લઇને ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિ જામનગર આવી પહોંચ્યા હતા. કલેક્ટર કચેરીએ કોરોનાના સંક્રમણને કેવી રીતે અટકાવવું તે અંગે મનપા કમિશનર સતિષ પટેલ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

જયંતી રવિએ કોવિડ-19ની સ્થિતિ અંગે જિલ્લા તંત્ર સાથે બેઠક યોજી હતી. તેમજ કોરોના સંદર્ભે તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે વિગતો માગી હતી. જામનગર બાદ સાંજે રાજકોટ પહોંચશે અને રાત્રિ રોકાણ રાજકોટમાં કરે તેવી શક્યતા છે. રાજકોટમાં પણ મનપા કમિશનર, કલેક્ટર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં કોરોના કેસની સંખ્યા 414 થઇ ગઇ છે.